________________
મુક યોગ્યતા મેળવ્યા બાદ આગમોનો અભ્યાસ કરવાને પિતાને લાયેક માને છે, અને ચારિઝભ્રષ્ટ ચૈત્યવાસીએ તો કોઈપણ પ્રકારની યોગ્યતા તે બાજુએ રહી પણ બધી અ'મૃતા છતાં આગમના વાંચનના પિતાને જ હકદાર વારસ માને છે. આવી રીતે બનેની સરખામણી કરતાં શીખે, અને પરિણામે તેઓની પાસેથી દ્રવ્ય કઢાવવાને ચૈત્યવાસીઓને હેતુ હતો એવું સમાજ અનુભવી શકે એવા ઇરાદાથી આચાર્ય મહારાજેએ અધિકારીયોગની બાંધણી કરવામાં અંતર્ગત આવો પરમોપકારી હેતુ રાખેલો. સામાન્ય (general) હેતું અધિકારીપદના નિયમો સ્થાપવાનો હતો અને ખાસ (special ) હેતુ ચૈત્યવાસીઓ પ્રત્યેથી લક્ષ ફેરવવાને હતો.
આગમના અભ્યાસની સાધુની પાત્રતાને અંગે આવા ખાસ હેતુપૂર્વક સ્થાપિત કરેલા નિયમથી કદરતી રીતે શ્રાવકની પાત્રતાનો હક પડતો મૂકાય અથવા જતે થાય છે. જેવી રીતે સરકારી નોકરી સર્વ કઈ લઈ શકતું હોય અને પછી સરકાર તરફથી નિયમ ઘડાય કે, અમુક વરસની ઉમેદવારી કર્યા પછીના એમ. એ. ને નોકરીના અધિકારી ગણવામાં આવશે, તે સહેજે એમ. એ. થી ગ્ન હોય તેનો અધિકાર જતો થાય છે.
આ રીતે જ્યાં સાધુને માટેજ સખત નિયમોનું સ્થાપીત થવું એટલે શ્રાવકોના અધિકારને સવાલજ કયાંથી થાય, કેમકે શ્રાવકની તે સાધુ જેવી દશા નથી.
આવી સ્થિતિમાં યોગહન ક્રિયા આદિ ચાલતી પૃથાઓના નિયમો સ્થાપીત થયેલા અને શ્રાવકોને અધિકાર પડતો મૂકાએ હોવાયેગ્ય છે એમ જે ઇતિહાસશાસ્ત્રની દ્રષ્ટિએ તપાસ કરવામાં આવે તો ખાત્રી થવા સંભવ છે.
હવે એમ આશંકા કરવામાં આવશે કે, ભગવતી આદિ સૂત્રોનાં વાંચન પવિત્રચારિત્ર ધારી મુનીઓ કરે છે ત્યારે પણ સોના મહોરે, રૂપા મહોરો મૂકવામાં આવે છે અને તમે એમ કેમ કહો છો કે, ત્યવાસીઓ શ્રાવકો પાસેથી પૈસા કઢાવતા હતા તે અટકાવવાને આચાર્ય મહારાજને હેતુ હોઈ, ઉપર કહ્યા તે નિયમો સ્થાપ્યા છે ?
આ સંબંધમાં અમારી માનીનતા આ પ્રમાણે છે. જ્યારે અમુક નુકશાનકારક બાબતને દૂર કરવાની હોય છે અને તે બાબતને દૂર કરવાથી જેઓને સીધું નુકશાન થાય છે તેઓ, જેઓ તે નુકશાનકારક બાબતને દૂર કરવા માગે છે તેઓને પિતાથી બનતી દરેક રીતે ત્રાસ આપવાનું કરે છે, અને ખાસ કરી જ્યારે જે પક્ષને નુકશાને ખમવું પડે છે તે પક્ષનો સમાજ ઉપર કાબુ હોય છે ત્યારે વિશેષ ત્રાસ આપી શકે છે. આવા પ્રસંગે તે નુકશાનકારક બાબત (બદી )ને ખસેડવા માંગનારાઓ જો સક્રિય (active) ઉપાય અજમાવે છે, તો, જેઓને નુકશાન થાય છે. તેઓ નુકશાન કરનારને પોતાના સમાજ ઉપરના કાબુની સહાયતાથી પજવી શકે છે, અને તેનું પરિણામ એ આવે છે કે બદી દૂર કરવા માગનારનો હેતુ સાર્થક થતો નથી, અને ઉલટું ત્રાસ ભોગવવાનું થાય છે. આવા પ્રસંગે બદી દૂર કરવા ઈચ્છનારાઓ શાંત (Passive) ઉપાય અજમાવે છે. આવો શાંત ( Passive ) ઉપાય અજમાવે તેજ ધારેલું ફળ લાવી શકાય છે. સૂત્રના વાંની ક્રિયા માટે શ્રાવકે દ્રવ્ય આપતા હતા તે બંધ કરવાને ઉપદેશ જે શુદ્ધ ચારિત્રધારી આત્માર્ય મહારાજે આપવારૂપ સક્રિય ( active ) ઉપાય અજમાવે તે તે વખતે