________________
૧૭
આજ્ઞા પરમકૃપાળુશ્રી ભગવાનના આશય અનુસાર પૂર્વના મહાન આચાર્ય મહારાજોએ કરેલી છે. જૈનાગમના અભ્યાસી મુનિ મહારાજો આવા આશયે તે આજ્ઞા ભગવાનની કરેલી છે એમ માનતાં હેાય તે તે સ્વીકારણીય છે. પરંતુ જેએ જૈનાગમના અભ્યાસી નથી એવા સામાન્ય મનુષ્યા તેવી આજ્ઞા ખુદ શ્રી ભગવાનના મુખનીજ છે એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારતાં છતાં નીચેની એક ઐતિહાસિક દલીલ રજુ કરે તેા તેને વિચારવાને અવશ્ય વિચારને પાત્ર લેખ્યા વિના નહીં રહે. ભગવાન મહાવીર સ્વામીએ જે વખતે પેાતાના શિષ્યજતાને, આગમમાં કથેલાં મેધના ઉપદેશ કર્યા તે વખતે, ભગવાન મહાવીર સ્વામીના હેતુ મેધ અર્થે ખાધ કરવાના હતા, પણ પુસ્તકરૂપે તેઓના ખેાધને ગુંથવાને નહેાતા; અથવા એમ કહીએ કે, તે કૃપાળુશ્રીએ કાંઈ પુસ્તકરૂપે ગુંથણી કરી નહેાતી. તે શ્રીએ પુસ્તકરૂપે ગુથણી કરી નહેાતી અથવા તેમ કરવાને તેઓને તે સમયે પેાતાના શિષ્યાને ખેાધ આપવાના સમયે–હેતુ નહાતા તે પછી શ્રદ્દાના કયા પ્રકારથી એમ માનવું કે, જેને અર્થાત્ પુસ્તકરૂપે ગુંથણીના તે સમયે જન્મજ નહાતા, તે પુસ્તકરૂપ ગુથણીના અભ્યાસ અમુક દિક્ષાપર્યાય પાળ્યા પછી કરવા, અથવા અમુક યાગહન ક્રિયા પછી કરવા, અથવા શ્રાવકાએ સૂત્રનું વાંગન ન કરવું ઈત્યાદિ નિયમેા ખુદ ભગવાનશ્રીના મુખમાંથી નીકળ્યા હતા ? સૂત્રેાની ગુંથણી તે। આચાર્ય મહારાજ શ્રીદેવદ્િગણિક્ષમાશ્રમણે ભગવાન શ્રીના નિર્વાણુ પછી લગભગ એક હજાર વર્ષે કરી છે, એટલે ગુથણી થયા પૂર્વે એક હજાર વર્ષે ભગવાને નિયમે ઘડયા હોય એ વાત કેવા આકારે સમજવી ?
આ ઉપરથી એ આજ્ઞા ભગવાનશ્રીના આશયપૂર્વક કરેલી હાવાનું કહેવામાં આવે તો તરત ગ્રાહ્ય થવા યાગ્ય છે. આચાર્ય મહારાજોની ભગવાનશ્રીના આશય-અનુસારની આજ્ઞા પણ આપણે ભગવાનની આજ્ઞા સમાન ગણી શિરશાવંદ્ય તરીકે સ્વીકારવાની છે, કેમકે તે આચાર્ય મહારાજો પ્રભુના તીર્થનાયકા અને તીર્થરક્ષકા હતા.
આ સૂત્ર વાંચનના અભ્યાસીએના અધિકાર—અધિકારના નિયમેા બાંધતી વખતે અધિકારીપદને હેતુ પેાતાની સન્મુખ રાખ્યાહતા. ત્યારબાદ એક ખીજા મહાબળવાન હેતુ પૂર્વક ત્યાર પછીના સત્પુરૂષોએ આ નિયમેાને પુન્નર્જીવન આપ્યું હતું.
જેએને જૈનધર્મના વાસ્તવિક ઇતિહાસના અભ્યાસ છે તેના અનુભવ છે કે, પાછળથી જે ચૈત્યવાસીએ તરીકે એળખાયા તેઓના હાથમાં એક વખત આખી જૈનસમાજની લગામ હતી. આ વખતે કાંઈ જેને આપણે વાસ્તવિક જૈનસાધુ મહારાજ તરીકે અત્યારે એળખીએ છીએ તે સાધુ મુનિરાજો નહાતા. માત્ર યતિગણાનું રાજ્ય હતું. આ યતિગણેાના વાસા તરીકે પાછળથી જેએ ચૈત્યવાસી તરીકે ઓળખાયા તેઓની ચારિત્રભ્રષ્ટતા એટલી હદસુધી વધી ગયેલી કે, આપણને તેને વિચાર કરતાં પણ ત્રાસ છુટે તેવું છે. આવી ચારિત્રભ્રષ્ટતા છતાં, તે ચૈત્યવાસીઓના કાણુમાં જૈનસમાજ એટલી બધી મૂકાઈ ગઇ હતી કે, તેમાંથી તેને મુક્ત કરવા માટે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ જેવા મહત્પુરૂષાને અથાગ પરિશ્રમ કરવા પડેલા.
આ ચૈત્યવાસીએ શ્રાવક સમુદાય પાસેથી અનેક પ્રકારે દ્રવ્ય કઢાવતા હતા. જ્યાતિષ, શાસ્ત્રવાચન અને અનેક બીજા રસ્તે પુષ્કળ નાણું કઢાવતા હતા, તે ચારિત્ર ભ્રષ્ટ