________________
12
તો વ્યક્તિની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. બધાં જ દર્શન શ્રેષ્ઠ એમ માનવું મધ્યસ્થતા નહીં, પણ મતિભ્રમ છે. દૂધ-દહીં બંનેને સફેદ હોવા માત્રથી સરખાં ગણવાં-એમાં બુદ્ધિમત્તા કેવી? માટે કયા અથવા કોના દર્શનને પ્રાધાન્ય આપવું તે નક્કી કરવું જરૂરી બને છે. આ કાર્ય મુશ્કેલ તો છે જ, પણ તે માટેના અમુક માપદંડ આપણે ઠરાવી લઈએ તો તે દ્વારા આ કાર્ય સરળ બની શકે.
દા.ત. એક માપદંડ કંઈક આવો ઠરાવી શકાય. “જે વ્યક્તિએ રાગ-દ્વેષ-મોહ જેવા મૂળભૂત દુર્ગણોનો સર્વાંશે ક્ષય કર્યો હોય અને તેના ફળરૂપે શુદ્ધજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તેવી વ્યક્તિનું દર્શન તે યથાર્થ દર્શન.” કારણ કે જ્યાં સુધી આ દુર્ગુણોનો ક્ષય નથી થયો ત્યાં સુધી જ્ઞાન કલંકિત રહે છે અને તેથી તે જ્ઞાનમાં સત્યની માત્રા પણ ઓછી હોય છે.
આ માપદંડ જેમને વિના મતભેદે લાગુ પડી શકે તેવી વ્યક્તિઓમાં પ્રથમ ક્રમે “જિનવીતરાગ' નું નામ સાંભરે છે. અષાલીન શગૂન જયતીતિ ઝિન – એવો એમના નામનો વ્યુત્પત્યર્થ જ એમની નિષ્કલંક અવસ્થા સૂચવે છે. એમના દ્વારા પ્રરૂપિત “જૈન” દર્શન-અનેકાંતવાદ-એ વાસ્તવમાં અન્ય સર્વ દર્શનોને પોતાના પેટમાં સમાવનારું મહાદર્શન છે.
અનેકાંતવાદની મહત્તા-સ્યાદ્વાદની સર્વોપરિતા એમાં જ છે કે જ્યારે અન્ય દર્શનો પોતાના જ દૃષ્ટિકોણને સાચો માની બીજાની વાતને ખોટી ઠેરવવા મથે છે, ત્યારે જૈનદર્શન એ દરેકને આપેક્ષિક કે આંશિક સત્ય તરીકે સ્વીકારી એમનો સમન્વય સાધી આપે છે. ઉદા. તરીકે આત્મા નિત્ય જ છે એમ નૈયાયિકો કહે છે અને આત્મા ક્ષણવિનાશી જ છે એમ બૌદ્ધો કહે છે. જૈનદર્શન બંનેની વાત આ રીતે સ્વીકારશે : દરેક વસ્તુ દ્રવ્ય રૂપે નિત્ય છે (જેમકે આત્મત્વરૂપે) અને તે દ્રવ્યસંબંધી પર્યાયરૂપે અનિત્ય છે (જેમ કે મનુષ્યત્વ-દેવત્વ રૂપે). સત્કાર્યવાદી સાંખ્યોને મૃત્તિકાકાળમાં ઘડાનું અસ્તિત્વ જ મંજૂર છે અને અસત્કાર્યવાદી તૈયાયિકોને નાસ્તિત્વ જ. જૈનદર્શન બંનેનો સુંદર સમન્વય સાધી આપશે કે ઘટો માટીની એક અવસ્થા જ છે, માટે મૃત્તિકાકાળે ઘટો માટી રૂપે (સ્વોપાદાનદ્રવ્યરૂપે) હતો અને ઘડારૂપે નહોતો. ટૂંકમાં દરેક વિધાન કઈ અપેક્ષાએ સાચું હોઈ શકે અને સાર્વકાલિક-સાર્વદેશિક મહાસત્ય ખરેખર શું હોય તે સમજાવવામાં જૈનદર્શન અનન્ય ફાળો આપે છે અને એ જ એની શ્રેષ્ઠતાનું સૂચક છે.
જોકે વાસનામાત્રનો ક્ષય કરનારા જિનની પ્રામાણિકતા વિશે કે ક્યાંય અસ્પષ્ટતાઅસંગતિ-વિરોધ વિનાના વચનોના ઉદ્ગાતા જિનની સર્વજ્ઞતા વિશે સંદેહ ન જ હોય અને એટલે જ એમના દર્શનને આપણે શિરમોર ગણીએ તો તેમાં કશું અનુચિત પણ નથી, છતાંય દરેકને જિન પર શ્રદ્ધા હોય કે બધા જ એમના દર્શનને કેવળ શ્રદ્ધાથી જ સ્વીકારી લે, એ શક્ય નથી. સ્વયં શ્રીહરિભદ્રસૂરિજી જેવા મહાન જૈનાચાર્યો પણ શ્રદ્ધામાત્રથી જૈનદર્શનને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. માટે આ દર્શનના સિદ્ધાંતોને તર્કની સરાણે ચઢાવવા જરૂરી બને છે અને મહામનીષી જૈનાચાર્યોએ જૈનદર્શનને તર્કની કસોટીએ બરાબર કર્યું જ છે.
- જૈનશાસનમાં નૈયાયિક-વિદ્વાનોની એક ઉજ્જવળ પરંપરા સર્જાઈ છે. શ્વેતાંબર હોય કે દિગંબર-અનેકાંતવાદ તો બંનેનો માન્ય સિદ્ધાંત છે. બંનેની મૂળ તત્ત્વવિભાવનામાં પણ ઝાઝો તફાવત નથી. એટલે બંને વિભાગના બહુશ્રુત ભગવંતોએ જૈનન્યાયને અપરાજેય બનાવવા અથાક