________________
સર્ચ લાઇટ ___ साधारणमपि द्रव्यं संघदत्तमेव कल्पते व्यापारपितुं नत्वन्यथा, संघेनाऽपि सप्तक्षेत्रीकार्य एव व्यापार्य न मार्गणा િાં .
(ધર્મસંગ્રહ). દેવદ્રવ્યના લક્ષણની સાથે સાધારણદ્રવ્યની ઉપરોક્ત વ્યાખ્યાની તુલના કરવી જોઈએ. અમે તે તુલનામાં ઉતરી આ લેખને લંબાવવા નથી ઇચ્છતા. ઉપદેશસપ્તતી અને ધર્મસગ્રહના ઉપલા પાઠોપરથી જણાશે કે, સાધારણ ખાતાનું દ્રવ્ય શ્રીસંઘ દીધેલું ગણાય છે અને તેજ શ્રાવકાદિને માટે કલ્પી શકે છે. વૈદ્ધાર કરાવવાની જરૂર જણાતાં સાધારણખાવાના દ્રવ્યને વ્યય કરવાની શ્રીસંઘ સત્તા ધરાવી શકે, આપત્તિમાં આવી પડેલા પોતાના સ્વધર્મી બધુઓને ઉદ્ધાર પણ સાધારણદ્રવ્યની સહાયથી કરી શકાય. પુસ્તક દ્વાર જેવાં કાર્યો પણ તેમાંથી કરી શકાય. પરંતુ દેવદ્રવ્યના સબંધમાં શ્રીસંઘને એવી હવતંત્રતા તે બિકુલજ નથી.
દુકામાં, દેવદ્રવ્યને માટે શ્રીસંધ પરિમિત સત્તા ધરાવે છે-આજ્ઞાના પાલન સિવાય બીલકુલ સના નથી ધરાવતું એમ કહીએ તે ચાલી શકે. સાધારણ દ્રવ્યમાં શ્રી સંઘની સત્તા પરિ મિત નહીં, પણ નિયમાધીવ છેજ્ઞાનદ્રવ્યમાં શ્રીસંઘની સત્તા મૃધ્યમ પ્રકારની છે. જ્ઞાનવ્યને ઉપગ મુખ્યત્વે જ્ઞાનમાં અને જરૂરના પ્રસંગે દૈત્યમાં પણ થઈ શકે. જ્ઞાનદ્રવ્ય હાસહિમાં વાપરી શકે એવી સત્તા સંઘને છે, પણ દેવદ્રવ્યને ઉપ- * એગ જ્ઞાનખાતામાં કરવાની સત્તા સંઘ નથી ધરાવતે. જે જ્ઞાનખાતમાં દેવદ્રવ્યને ઉપયોગ કરવાને શ્રીસંઘ અશક્ત હોય તે પછી તે દ્રવ્ય સાધારણખાતામાં ખર્ચવાને નિતા અસમર્થ હેય એમ કહેવાની આવશ્યકતા નથી.