________________
પર
સ–લાઈટ
અદ્દભૂત પ્રતિભાના બળે ઉપજાવી કાઢી હતી, તેવી રીતે ઉક્ત ધર્મક વર્ષમાં વધારે વાર નહીં કરતાં કેવળ એકજવાર કરવાનાં છે એ છુટકારાને માર્ગ શોધી કહાડે એ ભયંકર બુદ્ધિવૈભવવાળાઓથીજ બની શકે. આયણ, શાસનપ્રભાવના, શ્રુતજ્ઞાનની પૂજા, દેવદ્રવ્યની વૃદ્ધિ, તીર્થયાત્રા વિગેરે કુ એવાં છે કે જે વર્ષમાં એકવાર તે શુ, સેંકડો વાર કરવામાં આવે તે પણ ભવ્યાત્માને અસંતેષ જ રહ્યા કરે,
અગીઆર ધર્મ ની નામાવલી સમાપ્ત કરી શ્રીરત્નશેખરસૂરિજી સંઘપૂજાના અધિકારમાં કહે છે કે – “વઢવમોજીનપાત્રxxશ્રીyભ્યો ”
અર્થત બહુમાનપૂર્વક વસ્ત્ર, કબળ, પૂંછનક, સૂત્ર, ઉન, પાત્રો, પાણીના કૂબડા, વગેરે પાત્ર, દાંડે, દાંડી, વિગેરે ગુરૂમહારાજને વહેરાવવાં.” આ ધર્મકૃત્ય જે શ્રાવકે વર્ષમાં એક જ વાર કરે તે સાધુ-સાધ્વીઓની વસ્ત્ર, કંબળાદિના અભાવે શી સ્થિતિ થાય તે વિચારવાનું છે. વસ્તુતઃ વર્ષમાં એકવાર એટલુંજ કરવું અને પછી આડે આંક વાળી દે એવું કશું વિ. ધાન તેમાં જોવામાં નથી આવતું, શું વિજયધર્મસૂરિ વર્ષમાં એકથી અધિકવાર તીર્થયાત્રા, પ્રભાવના, સ્વધર્મીવાત્સલ્ય કરનાર ભાવિકને તેમ કરતાં અટકાવી એમ કહી શકશે કે-“મહાનુભાવી વર્ષમાં બે વાર તીર્થયાત્રા કરી તમે જીનપ્રભુની આજ્ઞાને લેપ કર્યો છે તે માટે તમારે પ્રાયશ્ચિત્ત લેવું પડશે?” તેમણે વર્ષમાં એકથી અધિકવાર ઘર્મકૃત્ય કરતાં કંઈ શ્રાવકને નથી જોયા? જે પિતાના જીવન દરમીઆન એકથી વધારે વાર એક ભવ્યાત્માને ધર્મ કરતે જે હોય અને એ ધર્મકૃત્યે થતાં નિહાળી પ્રમોદભાવ અનુભવે છેતે તેઓ “ઉપરના પાઠમાં જે કૃત્ય બતાવવામાં આવ્યા છે તે વાર્ષિક