________________
સર્ચ–લાઈટ રોમાં દેવદ્રવ્યને કેટલે દુરૂપયોગ થાય છે અને વસ્તુતઃ દેવદ્રવ્યને ઉપગ શી રીતે થે જોઈએ ઈત્યાદિ વિષયે જ્યાં ચચે છે ત્યાં તેમની સાહસિકતા અને શુભ નિષ્ઠા જણાઈ આવે છે. ઘણેખરે સ્થળે દેવદ્રવ્ય અનુત્પાદકપણે વ્યર્થ પડયું રહે છે અને તે ઉપરાંત શ્રાવકે તેને સદુપયોગ કરવામાં પછાત રહે છે એ ફરીયાદ કંઇ નવી નથી. પરંતુ શ્રી વિજયધર્મસૂરિના અંતર ઉપર એ ફરીયાદ બહુ ઉંડી અને બેભાન બનાવી દે એવી અસર કરી હોય તેમ જણાય છે. શ્રી વિજયધર્મસૂરિના પિતાના શબ્દોમાં કહીએ તે “પરંપરાને ઈશ્વરવાક્યવત વળગી રહેનારા દેરાસરના ટ્રસ્ટીઓ અને ધર્મા ” ના મનમાન્યા - તેનેએ તેમના અંતઃકરણમાં આક્રેશ ઉત્પન્ન કર્યો હોય તેમ તે પત્રિકાના વાંચનથી આપણને લાગે છે. વસ્તુતઃ જેને દેવ અને ધર્મને માટે કિંચિત્ માત્ર પણ લાગણી હોય તેને તેવાં દશ્યો જેઠ તથા સાંભળી અકળામણ થઈ આવે એ સ્વાભાવિક છે. શ્રી વિજયધર્મસૂરિ પિતાની પત્રિકા નં. ૧માં તે વિષે વિચાર ચલાવવા અને બની શકે તે માર્ગ નિર્દેશ કરવા બેસે છે. પરંતુ તેમનું અકળાએલું ઉશ્કેરાએલું અને ઉતાવળું બનેલું મન આસપાસની વસ્તુસ્થિતિ ઉપર વિચારી શકતું નથી. તેઓ છેવટે છુટકારાને છેલ્લે નિશ્વાસ નાંખતા હોય તેમ કહી દે છે કે –
આ જમાનામાં દેવદ્રવ્યને ખજાને વધારવાની જ જરૂર જ ણાતી નથી. એક * * * આને માટે સીધે અને સરલ માર્ગ એ છે કે જે દેવદ્રવ્ય એકઠું થયું હોય તેને વ્યય જીર્ણોદ્ધારના કામમાં કરવું અને હવે પછી પૂજા-આરતી વિગેરેમાં બેલાતી બોલીની ઉપજ દેવદ્રવ્ય ખાતે ન લઈ જતાં “સાધારણ ખાતે લઈ જવાની સંઘે કલ્પના કરવી જોઈએ.” પૂર્વકાળના ખજાનાઓ કરતાં આ કાળના ખજાના અદ્ધિ-સમૃદ્ધિમાં ચડીયાતા છે કે નહીં અને શાસ્ત્રીય આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સંઘ યથાર્થમાં સંઘના નામને પાત્ર રહે કે નહીં એ વિષયની ચર્ચા