________________
સર્ચ–લાઈટ
रितं परं क्वापि क्वापि तदभावे जिनभवनादि निर्वाहासंभवेन निवारयितुमशक्यमिति ॥ . અર્થ–“તેલ (ઘી) આદિન ચડાવાથી પ્રતિક્રમણ આદિના (અહીં આદિ શબ્દથી બાકીના સૂત્ર સંબંધી આદેશ સમજ) આદેશ આપવાનું સુવિહિત આચરિત નથી, પરંતુ કઈ કઈ સ્થલે તે દેશની આવક વિના જીનમંદીર આદિને નિર્વહ ન બને માટે તે બંધ કરવું અશક્ય છે.”
પ્રતિક્રમણાદિમાં તૈલદિ (ઘી) ની બેલીથી જે આદેશ આપવામાં આવે છે તે અસુવિહિતાચરિત છે, એમ ઉક્ત પાઠના એક અંશમાં કહેવામાં આવ્યું છે. હવે જે તમામ પ્રકારની
ઓલીઓ”ને અસુવિહિતાચરિત ગણાવવાને શ્રીહીરવિજયસૂરિ મહારાજને ઉદ્દેશ હોત તે કેવળ પ્રતિકમણુદિને આદેશ દેવે તે સુવિહિતાચરિત નથી એમ તેઓ શા માટે કહેત? કેઈ એક વિશેષને નિષેધ જોવામાં આવે તેજ વખતે એક વિશેષ વિધિનું વિધાન પણ તેવું જ જોઈએ એ સામાન્ય અનુભવ છે, અને તે તે શ્રીમાન્ વિજયધર્મસૂરિજીને. પણ સ્વીકારવું પડે એમ છે; કારણ કે તેઓ પોતે જ પિતાની પ્રથમ પત્રિકામાં એકથી વધારે વખત આરતી-પૂજાદિની બેલીને સુવિહિતાચરિત કહી ચુક્યા છે. શ્રીમાન હીરવિજયસૂરિજી ઉક્ત પાઠમાં માત્ર પ્રતિક્રમણ વિગેરેમાં તેલ વિગેરેની બાલીથી જે આદેશ આપવામાં આવે છે તેને જ અસુવિહિતાચરિત કહે છે. ચઢાવાના અથવા બેલીના સર્વ આદેશને જે તેઓ અસુવિહિતાચરિત અને કલિપત માનતા હતા તે ફક્ત પ્રતિકમણદિને ઉલેખ કરીને જ તેઓ ન વિરમત. આ સ્થળે એ પ્રશ્ન ઉઠશે કે તૈલદિના ચઢાવાથી પ્રતિકમણદિને આદેશ દે તેજ સુવિહિતાચતિ નથી એમ કહેવાનું પ્રજન શું?