________________
આપ્તવાણી, કળિયુગી જીવોના કલ્યાણાર્થે !
આપણે તો આપ્તવાણીમાં ઠેઠના ફોડ પાડ્યાને બધાય ! હજુ જેટલા પાડવા હોય એટલા પડે એવા છે. જેટલું પૂછોને એટલા ફોડ પડે. કારણ કે આ તો અક્રમ વિજ્ઞાન છે ! વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. એ એક્ઝેક્ટ વસ્તુ છે, સૈદ્ધાંતિક છે, ચોવીસ તીર્થંકરોનો ભગો સિદ્ધાંત છે, જે પરિપૂર્ણ છે. પ્રકાશ તેનો તે જ છે, જ્યોતિ તેની તે જ છે. જ્યોતિમાં ફેર નથી, રસ્તો ફેર છે. આ વિજ્ઞાનનો રસ્તો છે ! આ તો રસ્તો દેખાડ્યો, પદ્ધતસર, એકધાર્યો, અવિરોધાભાસ અને આટલું ઊંચું જ્ઞાન, ત્યારે લોકોનું કલ્યાણ થાયને!
- દાદાશ્રી
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા
દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો
dadabhagwan.org
68N 978-93-82128-29-1
9-789382 128791 Printed in India MRP 5 120