________________
૩૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
મોટરો, ઘોડાગાડીની દોડધામ ચાલુ હોય ત્યારે સિદ્ધ આત્માની અવસ્થાઓ ઘણી બધી વધી જાય ને રાત્રે ટાઢું પડે ત્યારે ઓછું થઈ જાય. અનંત શેયો એટલે અનંત અવસ્થાઓ.
શેય-જ્ઞાતાનો સંબંધ એટલે સિદ્ધ આત્માને સંબંધ રહેવાનો જ, પણ તે માત્ર દ્રષ્ટા રૂપે જ રહે. કોઈ પર રાગ નહીં ને કતલ કરનાર પર દ્વેષ નહીં.
ઉપયોગ મૂક્યા વગર, રાગ-દ્વેષ વગર બધું જુએ પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવંતો દાદાને જોતા હોય ?
દાદાશ્રી : બધાને જુએ. એક માણસ એક માણસનું ખૂન કરતો હોય તો એનેય જુએ, ત્યાં આગળ વૈષ ન કરે અને એક માણસ એક માણસને દાન આપે છે તે જુએ અને ત્યાં રાગ ના કરે. રાગ-દ્વેષ ના કરે. જ્ઞાતાદ્રષ્ટા-પરમાનંદ.
પ્રશ્નકર્તા બીજા આત્મા સિદ્ધાત્માને જુએ એ તત્ત્વસ્વરૂપે, એ શેય કહેવાય ?
દાદાશ્રી : એ તો એ શેયને લેવાદેવા જ નથી. એમાં એ એમને એમની પોતપોતાની મહીં દેખાતું હોય તે જ જોયા કરે અને બધા જોડે જોડે જ છે. કંઈ આઘાપાછાય નથી.
પ્રશ્નકર્તા : ના પણ એ બીજા દેખાય ? એને મહીં એય બીજા તો દેખી શકાયને પોતાની મહીં જેમ આ.. ?
દાદાશ્રી : ના, ના દેખાય. પ્રશ્નકર્તા ઃ ના દેખાય ? બીજા આત્મા ના દેખાય ?
દાદાશ્રી : ના, આ જગત બધું દેખાય. આત્મા પદ્ગલિક સાથેનો હોય તો દેખાય બધું. બીજું ઉપયોગ મૂકે તો દેખાય પણ તે ઉપયોગ એ મૂકે નહીં.
પ્રશ્નકર્તા : મૂકવાની શક્તિ ખરી ?