________________
૩૫૩
[૧૯.૩] સિદ્ધ ભગવાન
પ્રશ્નકર્તા ઃ એમાં એને શું ફાયદો ?
દાદાશ્રી : ફાયદો તો એનાથી જે આનંદ થાય એ ગજબનો હોય. સિદ્ધાત્માને કોઈ જગ્યાએ મોટું તોફાન થાય ત્યારે ત્યાં એકાગ્ર થાય એટલે
ત્યાં જ્ઞાનક્રિયા ઉત્પન્ન થાય. વિશેષ થયું એટલે જ્ઞાન થાય, પણ એમને કશું અડે નહીં.
અરીસાની જેમ સહજ, પોતાનામાં જોયા-જાણ્યા કરે
પ્રશ્નકર્તા: આપણે નમસ્કાર કરીએ તો અરિહંતને ને સિદ્ધોને ખબર પડે ?
દાદાશ્રી : એમને આ જગતની બધી જ ચીજોની ખબર પડે પણ જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે, બીજી કશી જ અસર ના થાય. તમારી બધી જ ક્રિયા એ જાણે ને જુએ પણ તેમને અસર કંઈ ના થાય. આ અહીંયા કૂચો પડ્યો, તે એમને કૂચો કરેલો દેખાય ને રાત્રે ચોર ચોરી કરતા હોય તેમ દેખે.
પ્રશ્નકર્તા ઃ એ સહજ... ?
દાદાશ્રી : આ અરીસો હોયને, તે અરીસામાં એની મેળે મહીં દેખાય, અરીસો આવતો હોય તેને કશું કરવું પડે ?
પ્રશ્નકર્તા ઃ અરીસાને શું કરવું પડે ? અરીસો એ અરીસો છે.
દાદાશ્રી : મહીં દેખાય બધું. આપણે અહીં બધા બેઠા હોય ને અરીસો જુએ એમાં એને મહેનત પડે ? બહાર જોતો હોય ને દેખાય એને મહેનત પડે, આ તો અંદર દેખાય એને. અરીસામાં ઝળકે તેવું ઝળકે. સિદ્ધક્ષેત્રે ગયા પછી આત્માને શેયો, અરીસામાં દેખાય તેવી રીતે દેખાય. તેમાં અરીસાને કંઈ લેવાદેવા નથી, તેમ આત્માને આત્મામાં, પોતાનામાં તે શેયો ઝળહળે. એવું આને બધું દેખાય.
સહજ સ્વભાવથી વર્તમાનતું દેખાયા જ કરે પ્રશ્નકર્તા : પણ અરીસામાં તમારે જોવાની ક્રિયા કરવી પડે તેમ