________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૩૯
સ્વભાવથી લઈ જાય ગતિસહાયક, આત્મા રહે અકર્તા પ્રશ્નકર્તા એટલે કરવાનું રહ્યું નહીં કરું ?
દાદાશ્રી : એ તમારે કશું કરવું જ ના પડે, એ સ્વભાવથી જ તમને લઈ જાય.
હા, એને પાછું ધર્માસ્તિકાય વળાવવા હઉ જાય ઠેઠ. ધર્માસ્તિકાયની મદદ વગર જઈ ના શકે. તે એટલો કર્મનો હિસાબ આ ચૂકવે છે, ઠેઠ પહોંચાડતા સુધીનો હિસાબ.
પ્રશ્નકર્તા: કોની સાથેનો, ધર્માસ્તિકાય સાથેનો ?
દાદાશ્રી : આ ધર્માસ્તિકાય એ ચૂકવે છે ને ! પોતાની ઈચ્છા હતી તેથી એ સહાય કરે છે.
પ્રશ્નકર્તા: જ્યારે આત્મા મોક્ષે જાય છે તે વખતે ગતિસહાયક ને સ્થિતિસહાયક આ જ તત્ત્વો રહે છે, બીજું કશું રહેતું નથી. તો આ બે તત્ત્વો કયા કારણોસર એની સાથે રહે છે ?
દાદાશ્રી : જે તત્ત્વોનું કામ બાકી છે, એ તત્ત્વો રહે છે. જેને કામ બાકી નથી, એ કોઈ તત્ત્વ રહેતું નથી. હવે આત્માને મોક્ષમાં લઈ જવાનું કામ બાકી, એ ગતિસહાયક તત્ત્વ અને ત્યાં સ્થિર કરવાનું સ્થિતિસહાયક તત્ત્વ, એ બે તત્ત્વો કામ કરીને ચાલ્યા જાય પછી એમને ઘેર. ગોઠવણી જ હોય છે એવી.
પ્રશ્નકર્તા ત્યારે આત્મા કોઈ અમુક દશામાં હોય છે કે એને આ બે તત્ત્વો.
દાદાશ્રી : ના, દશા-બશા કશું જ નહીં. આત્માને મોક્ષે જવું છે એવો ભાવ કરેલો. એટલે એ ભાવના આધારે, એ ગતિસહાયક તત્ત્વ ને સ્થિતિસહાયક તત્ત્વ જોઈન્ટ થઈ ગયા. અહીંથી આપણે નવસારી જવાનો ભાવ કરીએ, એટલે ગતિસહાયક તત્ત્વ કામ કર્યા કરે ને સ્થિતિસહાયક તત્ત્વય કામ કર્યા કરે.