________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
હવે જ્યારે આત્મા મોક્ષે જાય છે, ત્યારે હું સાડા પાંચ ફૂટનો હોઉ અને આ આત્મા જ, આ દેહે જ મોક્ષ થાય તો સાડા પાંચ ફૂટની હાઈટમાંથી આમ સંકોચાય અને વન થર્ડ નીકળી જાય, પોલાણ ભાગ. જે દેહ, ચરમ શરીરી હોય, તે ટુ થર્ડ એટલો ભાગ (એવો આકાર) ૨હે, વન થર્ડ નીકળી
જાય.
૩૩૦
વન થર્ડ ભાગ શૉર્ટ, સાફ થઈ ગયેલો. મહીં જે હવા છે ને પોલું, એ પોલો ભાગ એ ઊડી ગયો.
એટલે અહીંથી જે શરીરે નિર્વાણ થાય, તે શરીરનો ટુ થર્ડ ભાગ જ રહે ત્યાં આગળ. ટુ થર્ડ ભાગ આવું ને આવું જ, પણ વન થર્ડ એનો ઓછો થઈ જાય. કારણ કે બીજું બધું આકાશ-બાકાશ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આકાશ-બાકાશ બધા દ્રવ્ય નીકળી જાય ? દાદાશ્રી : શરીરમાં જે આકાશ ને એ બધું સંકોચાઈ જઈને ઘનસ્વરૂપ થઈ જાય.
આ બધા કર્મ ખવાઈ જાય, ખરી પડે બધા. જે પ્રકાશને નહોતો આવવા દેતા, જ્ઞાન દેખાવા નહોતા દેતા, અંધારું કરતા હતા. પછી અમૂર્તદશા.
અવગાહતા એટલે શું ?
પ્રશ્નકર્તા : દાદા, મોક્ષ થયા પછી આત્માની અવગાહના કહે છે, એ શું છે ?
દાદાશ્રી : અવગાહના એટલે સ્પેસ છે.
અવગાહના એટલે એનું એક કદ. આ જે દેહ છે ને, તેમાંથી કંઈક અંદર જે પોલો ભાગ છે ને તે નીકળી જાય. પછી જે રહે એ અવગાહના, આકાશ રોકવાની જગ્યા. પણ એને આત્માને આકાશની જરૂર નથી. એ આકાશમાં રોકાય નહીં. આકાશને એને લીધે હરકત નથી. એ હોવા છતાં આકાશને વાંધો નથી.