________________
૩૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ના, પોતાના ગુણધર્મ છે ને સ્વભાવ તો છે ને ! એનો સ્વભાવ તો છે જ. આ હવા છે તે તમને દેખાતી નથી પણ ખબર તો પડે છે ને હવા છે એવી? હવા છે કે નહીં ખબર નથી પડતી? એ દેખાય નહીં એવો આત્મા નિરાકાર છે.
પ્રશ્નકર્તા: તો સિદ્ધ ભગવંતો સાકારરૂપે છે કે નિરાકારરૂપે છે ?
દાદાશ્રી : આકાર હોય જ નહીંને ત્યાં આગળ. એ નિરાકાર છતાંય આકારી છે, નિરાકારી આકાર છે. આવો આકાર નહીં.
સિદ્ધો અરૂપી છે પણ આકાર દેહ જેવો છે. પણ દેખાય જ નહીં એટલે અરૂપી છે, આકાશના જેવું અરૂપી છે. આત્મા અરૂપી છે.
પ્રશ્નકર્તા: કોઈ વસ્તુ નિરાકાર કેવી રીતે હોઈ શકે પણ ?
દાદાશ્રી : નિરાકાર છતાં સાકારી છે. છે નિરંજન, નિરાકાર છતાં સાકારી તે નિરંજન.
પ્રશ્નકર્તા : આ તો કહે, નિરાકાર પણ છે ને સાકાર પણ છે.
દાદાશ્રી : નિરાકાર છતાં સાકારી, કોઈ પણ માણસથી એમ ના કહી શકાય કે આ નિરાકાર જ છે.
પ્રશ્નકર્તા એવું કહી શકાય કે નિરાકાર પણ છે ને સાકાર પણ છે ?
દાદાશ્રી: ના બે કહેવું એના કરતા આ હું કહું છું ને, તે રીતે સમજો, નિરાકાર તો ખરું જ પણ સાકાર, એનો જુદો જુદો આકાર હોય છે બધો. એ તમને બહુ ટાઈમે, હું સમજાય સમજાય કરું તોય નથી પહોંચે એવું એ. બહુ ઊંડી વસ્તુઓ છે.
નિરાકારી હોવા છતાં આકારી છે. એટલે આકાર ક્યાં સુધી હોય? જ્યાં સુધી બુદ્ધિ હોય. બુદ્ધિથી કલ્પનામાં આવે છે એ બધુંય આકાર કહેવાય અને બુદ્ધિની કલ્પના એન્ડ (પૂરી) થઈ જાય તેનો નિરાકાર આકાર હોય. બુદ્ધિથી કલ્પનામાં આવો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે એ બધી