________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સિદ્ધક્ષેત્રનું વાતાવરણ પરમાનંદી, તથી ત્યાં ગુરુત્વાકર્ષણ
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં કેવું વાતાવરણ હોય ? ત્યાં મતિ પહોંચી
૩૨૬
શકે ?
દાદાશ્રી : ના, મતિ ના પહોંચી શકે. ત્યાં પરમાનંદ છે.
પ્રશ્નકર્તા ઃ ગુરુત્વાકર્ષણ હોય ?
દાદાશ્રી : ના, વજન જ ના હોયને સિદ્ધોને.
પ્રશ્નકર્તા : અવકાશ છે ?
દાદાશ્રી : અવકાશ છે. એ બધી બુદ્ધિ પહોંચે નહીં એવી વસ્તુ છે. બહુ ઊંડા ઊતરવા જેવું નથી. ત્યાં વજન નથી, તો એમને શું પડી જવાનું ? ત્યાં પૌદ્ગલિક ચીજ નથી. એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ ના હોય.
આરા પ્રમાણે સિદ્ધતા આકાર, પણ સુખ સરખું
પ્રશ્નકર્તા : અનંતા સિદ્ધો જે સિદ્ધક્ષેત્રમાં રહ્યા છે, એમની રચના કઈ રીતની હશે ?
દાદાશ્રી : રચના ? આ અહીં આટલા બેઠા છે તે આ રચના જેવી દેખાય છે ને, એવી જ છે ત્યાં રચના. આ બેઠા છે, કોઈને વઢવાડ છે કશી ?
પ્રશ્નકર્તા : અમુક લિમિટેડ સ્પેસની અંદર રહેતા હશેને ત્યાં ? દાદાશ્રી : લિમિટેડ સ્પેસ નથી, એ તો આખું સિદ્ધક્ષેત્ર છે.
પ્રશ્નકર્તા : બીજું એ સમજવું હતું કે સિદ્ધો અનંતા છે અનંતકાળથી, એટલે એનું એકબીજાનું આખું બંધારણ કઈ રીતનું છે ? જુદા જુદા આરામાં ગયેલા હોયને, તે એમની દેહની લંબાઈ જુદી જુદી હોયને ?
દાદાશ્રી : અવસર્પિણી કાળના ચોથા આરાના મોક્ષે ગયેલા સિદ્ધોનો આકાર નાનો ને ત્રીજા આરાના સિદ્ધોનો આકાર મોટો હોય છે પણ બધા સ્વતંત્ર હોય છે. હા, કેટલાકની તો દસ-દસ હજાર ફૂટ ઊંચાઈ હોય.