________________
૩૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પેલા ઊંધા ખ્યાલને લઈને આ પકડ રહ્યા કરે છે. એ ખ્યાલ છોડાવડાવે છે. આ જુદું અને હું જુદો, “હું શુદ્ધાત્મા છું અને જેના આવરણ બધા તૂટી ગયા છે અને પ્યૉર છે. એ પ્યૉર બધા એ ત્યાં આગળ ક્ષેત્ર છે ત્યાં એકી સાથે છે ને તે પાછા બધા જુદા જુદા રહે છે. સિદ્ધશિલામાં તા ચટે કોઈ કર્મો, તા થાય કોઈ અસર પ્રશ્નકર્તા: એ સિદ્ધશિલા કેવી હોય ?
દાદાશ્રી : સિદ્ધશિલા તો, જ્યાં કર્મને પોતાને ચોંટવું હોય તોય ચોંટાય નહીં એવી જગ્યા છે અને અહીં તો આપણી ના ઈચ્છા હોય તોય કર્મ ચોંટી પડે. અહીંયા આ કર્મના પરમાણુ નિરંતર બધે હોય છે. અહીં તો પરમાણુ તૈયાર જ હોય છે અને ત્યાં એમને કશું અસર જ નહીં. ભગવાન, કાયમને માટે એ પદ !
પ્રશ્નકર્તા: સિદ્ધક્ષેત્રની બહાર પણ પુદ્ગલ પરમાણુઓ છે ને ?
દાદાશ્રી : પણ એ સિદ્ધક્ષેત્રની બહાર, એટલે ફક્ત નીચેના ભાગમાં જ છે અને એની અસર સિદ્ધોને ના કરે એવી સ્થિતિમાં છે. લોક-અલોકની વચમાં એ સિદ્ધક્ષેત્ર છે.
પ્રશ્નકર્તા: સિદ્ધક્ષેત્રમાં જે પરિસ્થિતિ છે, એની અસર બીજા લોકમાં આવે ખરી ?
દાદાશ્રી : કશુંય નહીં. અસરને શું લેવાદેવા ? કશી લેવાદેવા જ નહીં. અને એમને સિદ્ધોને કશી અસર જ ના હોયને, કોઈ જાતની.
પ્રશ્નકર્તા: એમને અસર ના હોય, પણ એમની અસર બહાર આવે કે નહીં ?
દાદાશ્રી : ના, એમની અસરનું અહીં કશુંય નહીં. છતાં એવું છે ને, એ આપણું લક્ષસ્થાને છે કે આપણે ત્યાં જવાનું છે. પછી કોઈ સંયોગ-વળગણા, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ
એ સિદ્ધગતિ છે, એ ક્ષેત્ર જુદું છે. એટલે આત્મા અહીં આગળ એનો