________________
[૧૯.૨]
સિદ્ધક્ષેત્ર મુક્ત સ્વરૂપે આત્મા, સિદ્ધક્ષેત્રે જ્ઞાતગમ્ય, પ્રશ્નકર્તા: મોક્ષ થઈ ગયો એટલે શું થયું? જીવ મોક્ષે જાય એટલે જીવ એક્યુઅલી (ખરેખર) ક્યાં જાય ?
દાદાશ્રી : મોક્ષ એટલે ઈન્ડિપેન્ડન્ટપણું, બીજું કાંઈ નહીં. પછી જીવ છે ને એ પોતાના સ્વરૂપમાં રહેવાનો. મુક્તભાવે સ્વરૂપમાં.
પ્રશ્નકર્તા એટલે ક્યાં રહે એ આત્મા ?
દાદાશ્રી : મોક્ષમાં પોતાને સ્વક્ષેત્રે, ત્યાં આગળ એ મોક્ષ થયેલા પુરુષોનું એક સ્થાન છે, સિદ્ધક્ષેત્ર છે, સિદ્ધશિલા.
પ્રશ્નકર્તા : સિદ્ધશિલા એટલે શું ? દાદાશ્રી : સિદ્ધશિલા એટલે સિદ્ધ લોકોનું, સ્થાન છે એ. પ્રશ્નકર્તા: સિદ્ધક્ષેત્રમાં શું શું હોય છે ? દાદાશ્રી : ત્યાં આવું નથી. એ બુદ્ધિગમ્ય નથી, એ જ્ઞાનગમ્ય છે
વસ્તુ.
પ્રશ્નકર્તા : ત્યાં ખાલી બધા આત્મા જ હોય છે ? દાદાશ્રી : આત્મા છે ને, તે નિર્દેહી આત્મા એટલે મૂળ સ્વરૂપે