________________
[૧૮] મોક્ષ
૩૦૧
દાદાશ્રી : હા, એટલે જેનો જે બાકી હશે અનુભવ, તે અનુભવ કરવા એને જવું પડે.
પ્રશ્નકર્તા ઃ હા, એ તો એને એ પ્રમાણે આવવું જ પડે.
દાદાશ્રી : આ તો અક્રમ કોના માટે ? કે હિન્દુસ્તાનમાં ઘણા માણસો આમ ફરી ફરીને તૈયાર જ છે પણ માર્ગ મળતો નથી.
પ્રશ્નકર્તા: હં, આ એના માટે અક્રમ ઉપસ્યું છે. દાદાશ્રી : પણ તેય છે તે બધાનું એટલું પુણ્ય ના હોય પાછું. પ્રશ્નકર્તા ઃ હા, ના હોય.
દાદાશ્રી : આ બે કારણથી જીવ જુદા જુદા છે. એક પ્રવાહ રૂપે છે, બીજું કાળના હિસાબે. એક તો કાળના હિસાબે એકસો આઠ સરખા છે. સરખા બીજો એક હિસાબ છે સ્પેસ. દરેકની સ્પેસ જુદી હોવાથી બધા આ એકસો આઠમાંય જુદું જુદું છે. આમ કાળના હિસાબે સરખા છે અને સ્પેસ જુદી હોવાથી એકસો આઠમાંય પાછું જુદું જુદું છે. જીવમાત્રની સ્પેસ જુદી જ હોય. કારણ કે પૌદ્ગલિક અવસ્થા છે ને, એટલે સ્પેસવાળો હોય.
પ્રશ્નકર્તા : પણ દાદાજી એકસો આઠની સરખી નહીં ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : કારણ કે એકસો આઠ એ મોક્ષે જાય છે ?
દાદાશ્રી : ના. એ ફક્ત કાળની અપેક્ષાએ સરખું હોય, પણ સ્પેસની અપેક્ષાએ સરખું ના હોય. એટલે આ મોઢા બધા જુદા જ હોય પાછા. એ દરેકના મુખારવિંદ, દરેકના કાર્ય બધા જુદા જ હોય. કાળના હિસાબે મળતું આવે, સ્પેસના હિસાબે મળતું ના આવે. અને બીજાના હિસાબે, કાળના હિસાબેય મળતું ના આવે. કાળ જુદો એટલે કાળના હિસાબેય મળતું ના આવે.
મોક્ષમાંય ક્ષેત્ર જુદું પણ દ્રવ્ય એક તેથી ભાવેય એક
પ્રશ્નકર્તા ત્યાં મોક્ષમાં કર્યું ક્ષેત્ર ને કયો ભાવ આવે છે ? ત્યાં પછી મોક્ષમાંય કાળ અને ક્ષેત્ર એ બને જુદા આવે છે ?