________________
[૧૮] મોક્ષ
૨૯૯
ક્ષેત્ર-કાળ જુદા જુદા હોવાથી વ્યક્તિત્વ અલગ પ્રશ્નકર્તા: જો આત્માનો એક જ સ્વભાવ હોય તો પછી વ્યવહારમાં પહેલેથી વ્યક્તિત્વ બધા જુદા કેમ પડ્યા ?
દાદાશ્રી : એ વ્યક્તિત્વ જે એના જુદા પડ્યા છે, એ તો એનો કાળ અને ક્ષેત્ર બદલાવાથી. દરેકના કાળ અને ક્ષેત્ર જુદા જુદા જ હોય. તમે જે ક્ષેત્રે બેઠા છો, તો આમને એ ક્ષેત્ર ના હોયને? હવે એ અહીંથી ઊઠ્યા પછી તમે એ જગ્યાએ બેસો તો ક્ષેત્ર એક પ્રાપ્ત થાય, પણ ત્યારે કાળ પેલો બદલાઈ જાય.
પ્રશ્નકર્તા : વધારે સમજાવશો.
દાદાશ્રી : એ ભિન્ન રહે છે. એનું કારણ છે કે વસ્તુ તો એકની એક છે પણ એની જોડે ચાર વસ્તુમાં ફેર છે, કે દરેક જીવ પોતાના ક્ષેત્ર ઉપર ઊભો રહ્યો છે. તમારું ક્ષેત્ર જુદું, મારું ક્ષેત્ર જુદું. દરેક જીવમાત્રનું ક્ષેત્ર જુદું. એટલે ક્ષેત્રફળ મળે છે એને જુદું જુદું. પછી કાળ જુદો. હવે ક્ષેત્ર જુદું, કાળ જુદો. જ્યાં કાળ બદલાય, તે મારો કાળ બદલાય, તે મને ક્ષેત્ર જુદું આપે, તમને જુદું આપે. કાળ તો એક પ્રકારનો લાગુ થાય, ત્યારે ક્ષેત્ર બન્નેના બદલાઈ ગયા હોય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. હવે વસ્તુ શું? દ્રવ્ય કોણ ? ત્યારે કહે, વસ્તુ ગયા અવતારની પ્રકૃતિ હતી તે. એટલે ગયા અવતારની પ્રકૃતિ, પછી આ ક્ષેત્ર તેનું, આ કાળ અને પાછો ભાવ ઉત્પન્ન થાય આપણને. લાંચ ના લેતો હોય તેને ભાવ શું ઉત્પન્ન થાય કે હવે લેવી જોઈએ. એટલે દરેકનું જુદું જુદું જ હોય. એનો આ બધો વ્યવહાર. આત્મા તો, ચેતન તો એક જ પ્રકારનું, વ્યવહાર જુદો જુદો.
આ જગત સ્થિર નથી, પણ પ્રવાહરૂપે, સંસારરૂપે છે. સંસાર એટલે સમસરણ, નિરંતર પરિવર્તન પામતું, એક ક્ષણવાર પણ સ્થિર રહેતું નથી. જેમ કોઈ બે લાખ માણસનું લશ્કર આમ જતું હોય તો કંઈ પાંચ, દસ કે પંદરની જોડીમાં પણ એની લાઈનમાં જ હોયને બધું ? તે આમ વહ્યા કરતું હોય તો તમને દેખાયા કરેને બધું? એવી રીતે જ્ઞાનીઓને આ જગત વહેતું દેખાયા કરે છે. જ્યારે જ્ઞાનચક્ષુ ખુલ્લા થઈ જાય છે ત્યારે દેખાયા