________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
દાદાશ્રી : એ તો મોટી છે જ ને, પહેલેથી જ એ મોટી છે જ ને ! ઘરમાં રહેનારાનું ઘર મોટું જ હોયને હંમેશાં, રહેનાર વ્યક્તિ કરતા ?
૨૭૯
પ્રશ્નકર્તા : તો પછી આકાશ તત્ત્વ મોટું કહેવાય, આત્મા કરતા ?
:
દાદાશ્રી : આકાશ, આ કેટલા બધા આત્મા એની મહીં રહ્યા છે, તોય આકાશ મોટું છે એટલું. ઘરમાં રહેનારો માણસ અને ઘર એમાં મોટું કોણ ?
પ્રશ્નકર્તા ઃ એ તો આમ જોવા જાય તો ઘર જ મોટું કહેવાય ને !
દાદાશ્રી : તે આય આકાશ તો બહુ મોટું છે. આકાશમાં તે હિસાબ વગરનું મોટું છે. બધાય આત્મા આમાં સમાઈ ગયા છે, તોય એ મોટું રહે છે.
પુનર્જન્મ વખતે ઋણાનુબંધ પ્રમાણે થાય લાંબો
પ્રશ્નકર્તા : આ જ્યારે વ્યક્તિ દેહવિલય પામે ત્યારે આત્મા તરત જનમ લે છે ? કેટલી વાર લાગે છે તે સમજાવશો.
દાદાશ્રી : દરેક આત્મા ત્યાં યોનિ તૈયાર થઈ ગઈ હોય, ત્યાં રહેઠાણ તૈયાર થઈ ગયું હોય, ખોલી તૈયાર થઈ ગઈ હોયને, કબજો મળી જાય એવો હોય, તે દહાડે જ અહીંથી એ નીકળે. તે અહીંથી નીકળે ને ત્યાં પહોંચે, કેટલાક અહીં પણ હોય ને ત્યાં પણ હોય, એટલા બધા લાંબા થાય. કારણ કે આત્મા સંકોચ-વિકાસવાળો છે. એટલે ત્યાંય ગયો હોય જીવ અને અહીંયાય જીવ હોય. અહીં જતો હોય, ત્યાં આગળ આવતો હોય.
પ્રશ્નકર્તા : દેહ છૂટે તે વખતે એક છેડો અહીંયાં હોય ને બીજો છેડો પંજાબ હોય એવું કહે છે, એ કઈ રીતે એ સમજાવો.
દાદાશ્રી : આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે, એટલે ગમે એટલો લાંબો થાય. તે જ્યાં ઋણાનુબંધ હોયને ત્યાં જવું પડેને ? ત્યારે અહીંથી કંઈ ઓછો પગે ચાલીને જવાનો છે ? એને પગ ને આ સ્થૂળ શરીર છે જ નહીંને !