________________
૨ ૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
બહાર જોતો નથી. પોતાનામાં ઝળકે છે તેને જુએ છે. જેટલું આ બહાર સત્ય છે ને, એના કરતા વિશેષ સત્ય છે આ વાત. વિશેષ સત્ય, સહેજેય ભૂલ વગરનું. તમે જે જાણવા માંગો છો, કેવી રીતે આ જોયું હશે ? તે કેવળજ્ઞાન કરીને જોયેલું છે. એ મને દેખાતું નથી. જગત બન્યું અરીસા સમ, પોતે અચળ તો તે બને અચળ
પ્રશ્નકર્તા : એ બરોબર છે કે આત્મા અરીસા જેવો છે અને તમે એકવાર એવું પણ કહ્યું હતું કે જગત પણ અરીસા જેવું થયું છે, તે સમજાવશો.
દાદાશ્રી : આ જગત અરીસા જેવું થઈ ગયું છે. આ આંખો એવી છે ને, (આત્મારૂપી) અરીસામાંથી જ જુએ છે અને પોતાની જ પ્રક્રિયા (જગતરૂપી અરીસામાં) બધી દેખાય છે. પોતે પોતાની જ પ્રક્રિયાઓમાં સપડાયો છે, નહીં તો કોઈ એનું નામ દેનાર નથી. એટલે આપણે અચળ કઈ રીતે થઈ જવું એ રીત જાણવી જોઈએ. અહીંની રીત ખબર પડે છે, અહીં અરીસામાં તો ખબર પડે છે, તે અનુભવ થાય છે પણ સંસારમાં અનુભવ થતો નથી. આ અરીસા જેવો જ દાખલો છે. આ અરીસામાં જેમ બને છે કે, આ લોકો જેમ જેમ કૂદે છે તેમ અરીસામાં વધારે ને વધારે પોતાની જાત કૂદતી દેખાય અને આપણે બિલકુલ સ્થિર થઈ જઈએ એટલે સ્થિર થઈ જાય, પછી કશું નહીં. આપણે અચળ થઈ જઈએ તો એ અચળ થઈ જ જાય. આ સચર છે એ અચળ પરિણામી થાય એવા ભાવમાં આવીએ અને જેમ અરીસા પાસે આપણે ચેષ્ટા ન કરીએ તો દશ્ય કશું ચેષ્ટા નહીં કરે. એવી રીતે જો કદી આને અચળ પરિણામી કરીએ તો અચળ થયા કરશે. જેમ અરીસા પાસે પોતે ચેષ્ટા કરે છે તે સચળ પરિણામી થાય અને ચેષ્ટા ના કરે તો પોતે અચળ પરિણામી થાય. પણ એ પરમેનન્ટ નથી, આ રિલેટિવ અચળ છે. આ સચર છે તે રિલેટિવ અચળ થશે. હા, આ દશ્ય તો વિનાશી, તમે આત્મારૂપ થઈ ગયા, એટલે આ બધું ગૉન (જતું રહે).
અરીસો સમજાવે કે બિલીફથી ભે તેવું થાય પ્રશ્નકર્તા: અરીસામાં પ્રતિબિંબ દેખવાથી આત્માને આટલી બધી અસર કેમ થાય છે ?