________________
[૧૪] અરીસા જેવું સ્વરૂપ
પડે પાછું, અમેરિકા જોવા માટે આમ ઊંચું થવું પડે. પણ બધું મહીં જ ઝળકે પોતાને. અરીસામાં ઝળકે કે ના ઝળકે આ (લોક) બધું બેઠું હોય તે ?
પ્રશ્નકર્તા : હા, ઝળકે.
દાદાશ્રી : એવું આ અરીસા જેવો આત્મા છે. પણ અરીસો જડ છે અને પેલું આત્મા ચેતન છે.
સિદ્ધક્ષેત્રમાં જ્ઞેયો ઝળકે સ્વભાવથી
પ્રશ્નકર્તા આત્માનો મૂળ ગુણ જ્ઞાતા-દ્રષ્ટા છે અને સ્વ-પર પ્રકાશક છે, તો સિદ્ધક્ષેત્રે લોકના જ્ઞેયો કેવી રીતે જુએ ?
૨૩૯
દાદાશ્રી : સિદ્ધક્ષેત્રે ગયા પછી આત્માને શેયો અરીસામાં દેખાય તેવી રીતે દેખાય. તેમ આત્માને આત્મામાં પોતાનામાં તે જ્ઞેયો ઝળહળે.
આત્મા પોતે સ્વ-પર પ્રકાશક છે, પોતાને પણ પ્રકાશ કરે અને બીજાને પ્રકાશ કરે, એટલે આ જગત છે તે એની પોતાની અંદર જ ઝળકે આમ.
જેમ અરીસો મૂક્યો હોય તો તું એમાં દેખાઉ. અરીસામાંથી એ તને ના જુએ તેવી રીતે સ્વ-પર પ્રકાશક છે. પોતે શાતા હોવાથી પ્રકાશથી તે બધું જુએ છે. માત્ર પ્રકાશ લાધેલો હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : દાદાએ કહેલું કે આખું બ્રહ્માંડ અમે જ્ઞાનમાં જોયું, તો એનો અર્થ એ રીતે જ આપે જોયુંને ?
દાદાશ્રી : આત્મા જો એના સ્વ-સ્વભાવમાં આવી ગયો તો બધું દેખાય. જેટલો-જેટલો સ્વભાવમાં આવ્યો એટલું બધું દેખાય.
દર્પણતી જેમ મહીં ઝળકે જ્ઞેયો, વિતા મહેતતે
પ્રશ્નકર્તા : આતમ શાશ્વત દર્પણ છે કહ્યું છે તો એ શું ?
દાદાશ્રી : હા, દર્પણ એટલે એમાં આખું જગત દેખાય, મહીં ઝળકે બધું. એટલે પછી જોવાની એને મહેનત કરવી પડે નહીં. જેમ અરીસાને મહેનત કરવી પડે કંઈ દેખવાની ? એવી રીતે મહીં ઝળકે એટલે દર્પણ