________________
૨૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આકાશતત્ત્વ છે, પણ હીરામાં સૌથી ઓછું છે તેથી તે જલદી ભાંગે નહીં. જેટલું આકાશતત્ત્વ ઓછું એટલું મજબૂતી વધારે હોય. જો આકાશતત્ત્વ ના હોય તો એ વસ્તુ ભાંગે જ નહીં, ગમે એમ કરીએ તોય તૂટે જ નહીં. એટલે હીરામાં આકાશતત્ત્વ બિલકુલ ઓછું એટલે એ તૂટે નહીં જલદી. અને જેમાં આકાશતત્ત્વ વધારે હોય તે જલદી તૂટી જાય. જેમ કે આ એપલ (સફરજન) છે. એપલને મોઢામાં નાખીએ એટલે દબાઈ જાય છે ને એમ ને એમ ! એમાં નર્યું, આકાશતત્ત્વ વધારે ભરેલું છે.
આકાશ એટલે પોલું. અને પોલ ના હોય તો ક્યારેય પણ ન તૂટે. ત્યારે આત્મામાં પોલ નથી જરાય. અને આ હીરામાંયે આકાશ હોય, તેથી હીરામાંથી પોતે પેસીને નીકળી જાય, એમાં એ રહે નહીં. એમાંથી પસાર થઈ જાય.
પ્રશ્નકર્તા : હા, એ ગમે ત્યાં નીકળે પણ પોતાના આવરણ ભેદી ન શકે ?
દાદાશ્રી : ના, એ ભેદી ના શકે. કેમ ભેદી શકે ? એને આવરણ ઘાલનારોય પોતે ને એને ભેદનારોય પોતે ! આકાશતી બાઉન્ડ્રી જ નહીં, આત્માની બાઉન્ડ્રી લોક સુધી પ્રશ્નકર્તા ઃ આકાશની કશી હદ જ નહીં ?
દાદાશ્રી : તેની હદ જ નથી. એ એકલું જ તત્ત્વ એવું છે કે એની હદ જ નથી.
પ્રશ્નકર્તા: આકાશની બાઉન્ડ્રી નથી તો આત્માની પણ બાઉન્ડ્રી નથી ?
દાદાશ્રી: એ આની બાઉન્ડ્રી ને આકાશને કશું લેવાદેવા નથી. એ બાઉન્ડ્રી વગરનું હોય ખરું ને બાઉન્ડ્રીવાળુંય હોય. કારણ કે આત્મા બાઉન્ડ્રીવાળો છે. બાઉન્ડ્રીવાળો કેમ છે ? ત્યારે કહે, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, તે શેય હોય ત્યાં સુધી જ જોઈ શકે. એથી આગળ જો હોત તો એ સહજ જુએ. શેય ના હોય તો શું જુએ ?