________________
૨૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આત્માને યથાર્થ ન સમજાવી શકાય કોઈ સિમિતિથી પ્રશ્નકર્તા: તો પછી આત્મા આકાશ જેવો જ છે એવું થયું ?
દાદાશ્રી : ના, હવે આકાશ છે તે અજીવ તત્ત્વ છે અને આ આત્મા ચેતન તત્ત્વ છે. છે એના જેવું જ, એના જેવું એટલે ફક્ત આ તમને સમજાવવા માટે કહું છું. કશું અડે નહીં એવો આત્મા છે અને એવો આત્મા મેં જોયેલો છે, અનુભવેલો છે.
આકાશ જેવો છે છતાં આકાશ નથી, એ વાસ્તવિકતા છે.
આ લોકોને આકાશનું અરૂપીપણું સમજાય છે, આકાશનું સૂક્ષ્મત્વપણું સમજાય છે. એટલે કંઈક બહારના આધાર આપું છું આ, કે આકાશ જેવો છે એ. આના આધારે એ પોતે માપ કાઢે પછી, નહીં તો એને માપ જડતું નથી કે સુક્ષ્મ કેવો હશે ? એટલે એના આધારે આપેલી સિમિલિ. આત્માની એક્ઝક્ટનેસ લાવે એવી કોઈ સિમિલિ જ નથી બહાર. એના જેવી કોઈ ચીજ જ નથી. એટલે એના માટે બીજા દાખલા બતાડવા પડે. આત્માને એલો આકાશ જેવો કહેશો તો થઈ જાશો જs
પ્રશ્નકર્તા : દાદા કે આત્મા આવો જ છે, પણ અમે જોયો નથી, અમે અનુભવ્યો નથી, તો એ શ્રદ્ધા રાખવી કે નહીં, દાદાના શબ્દો ઉપર ?
દાદાશ્રી : શ્રદ્ધા રાખવી પણ તેનો અર્થ તમે અવળો સમજો, તો બીજે જતા રહેશો. હં, ચોપડવાની દવા આપું ને પી જાવ તમે, તેમાં મારો શો દોષ? એટલે એવું ગેરસમજ થઈ જાય એવું છે. માટે હું તમને કહું છું કે ભઈ, આત્મા એક આકાશ જેવો કહેવાનો આશય શું છે કે તમને બીજું સાધન નથી, આત્મા સિવાય બીજું એવું કોઈ ચેતન નથી, એવી કોઈ વસ્તુ જગતમાં નથી કે મારે તમને બતાવી શકાય.
આ તો આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ચેતન નથી. એટલે કોઈ પણ વસ્તુ દેખાડવી તો જોઈએને તમને કે આનો જેવો છે. પણ પાછું જો આના જેવો જ છે એમાં માનશો તો આ બધું પુદ્ગલ છે. એટલે એક જ