________________
[૧૩] આકાશ જેવું સ્વરૂપ
આત્મા, આકાશ જેવો સૂક્ષ્મતમ પ્રશ્નકર્તા: જ્ઞાનવિધિમાં આવે છે કે મન-વચન-કાયા સ્થૂળ સ્વરૂપી છે, હું આકાશ જેવો સૂક્ષ્મ સ્વરૂપી છું. આકાશ જેવો સૂક્ષ્મ છું, તો એ આકાશ જેવો સૂક્ષ્મ એટલે કેવો ? આકાશ તો એટલું બધું સૂક્ષ્મ છે ! આકાશ શું છે, સૂક્ષ્મ શું છે એ સમજાવો.
દાદાશ્રી : તે આકાશ જોયેલું ખરું? પ્રશ્નકર્તા : આકાશ તો વિશાળ છે. દાદાશ્રી : હા, વિશાળ છે પણ થોડો ભાગ કેવો છે ? પ્રશ્નકર્તા : એનો આકાર દેખાડાય એવો નથી. દાદાશ્રી : હં, આય એવું છે. આ આકાશ આપણને દેખાતું નથી. પ્રશ્નકર્તા તો આ અમને સફેદ દેખાય છે એ તો મોટું છે, આકાશ
તો !
દાદાશ્રી : હોય એ આકાશ. એ તો આપણા લોકો આને કહે આકાશ. આકાશ એટલે અવકાશ, એટલે અવકાશ દેખાય નહીં હંમેશાં.
પ્રશ્નકર્તા દેખાય જ નહીં એટલું સૂક્ષ્મ છે ?