________________
[૧૨.૨] તિરંજ-નિરાકાર
તિરંજન શું? નિરાકાર શું? પ્રશ્નકર્તા આત્માને નિરંજન-નિરાકાર કેમ કહ્યો છે ?
દાદાશ્રી : નિરંજન એટલે એને કર્મ લાગી શકતા નથી. એને કર્મ નડતા જ નથી. અને કર્મ કરે છે ને છતાં અડતા નથી એ હકીકત જાણવા જેવી છે, કારણ કે પોતે કરતો જ નથી. પોતે કરતો હોય તો બંધન આવે !
જેને કર્મ ના બંધાય એને નિરંજન કહેવાય, અને એ જ્ઞાની પુરુષ આંજણ આંજે ત્યારે નિરંજન થાય એ આ દૃષ્ટિનું આંજણ આંજે છે કે આ દષ્ટિ તારી ખોટી છે. એ આંજણ આંજે ત્યારે નિરંજન થાય અને પછી કર્મ ના બંધાય. અને નિરાકાર એટલે એની કલ્પના કરી શકાય એવું નથી. બાકી એનો આકાર છે પણ તે સ્વાભાવિક આકાર છે. લોક સમજે એવું નથી. લોક તો કલ્પનામાં પડે કે આત્મા ગાય જેવો કે ગધેડા જેવો છે. આત્માનો સ્વાભાવિક આકાર છે, કલ્પિત આકાર નથી.
આત્મા નિરાકાર હોવા છતાં દેહાકારે છે. જે ભાગ પર દેહનું આવરણ છે તે ભાગમાં આત્મા છે, તેનો તેવો આકાર છે.
રાઈટ બિલીથી થાય નિરંજન સ્વરૂપ અત્યારે શેઠ, તમારું કોઈ અપમાન કરે તો તમને દુઃખ અડે છે ને?