________________
૨૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) બુદ્ધિ એ ઈડિરેક્ટ પ્રકાશ, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રશ્નકર્તા: ઈન્દ્રિયમાં બુદ્ધિ અને અતીન્દ્રિયમાં જ્ઞાન, એ વધારે સમજાવશો ?
દાદાશ્રી : બે પ્રકારના જ્ઞાન. જ્ઞાન વગર તો કોઈ જીવ જીવી શકે જ નહીં. તેમાં એક જ્ઞાન છે તે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને બીજું અતીન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં આખું જગત પડેલું છે. બાવા-બાવલી, સાધુ-સંન્યાસીઆચાર્ય બધાય ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં છે.
પાંચ ઈન્દ્રિયનું જ્ઞાન એ ઈન્દ્રિયજન્ય જ્ઞાન કહેવાય. હવે ઈન્દ્રિયજન્ય જ્ઞાન એ વિનાશી જ્ઞાન છે, એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય છે. બુદ્ધિ એ પ્રકાશ છે અને જ્ઞાનેય પ્રકાશ છે, પણ બુદ્ધિના પ્રકાશમાં ને જ્ઞાનના પ્રકાશમાં ફેર છે. જ્ઞાનનો પ્રકાશ એટલે સૂર્યનું ડિરેક્ટ અજવાળું અહીં આવે, એ ડિરેક્ટ પ્રકાશ અને બુદ્ધિ એટલે સૂર્યનો પ્રકાશ અહીં અરીસા પર પડે અને આ અરીસાનો પ્રકાશ આપણી રૂમમાં પડે, ઈન્ડિરેક્ટ પ્રકાશ એનું નામ બુદ્ધિ. એ ઈન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન કહેવાય. ઈન્દ્રિયોની જ્યાં જરૂર નથી પડતી, જ્યાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર કામ નથી કરતા ત્યાં એ અતીન્દ્રિય જ્ઞાન હોય છે. શુદ્ધાત્મા થઈને ઈન્દ્રિયજ્ઞાતતે જાણે તે અતીન્દ્રિયજ્ઞાત
અતીન્દ્રિય જ્ઞાનને જ્ઞાતાપદ કહેવાય. અતીન્દ્રિય જ્ઞાનથી જાણે તેને જ્ઞાતા કહેવાય. જ્ઞાતા ક્યારે થાય કે જ્યારે એ જાણે કે આ દેહ વિનાશી છે અને તેમાંથી મુક્ત થાય છે. દેહાધ્યાસ છૂટી જાય ત્યારે જ્ઞાતા થાય એ. નહીં તો પછી અવિનાશી તો હોય પણ પેલું જ્ઞાતાપણું ના હોય. અત્યારે જ્ઞાન ના લીધું હોય તો તમારે જ્ઞાતા ના હોય. તમે કોઈ વસ્તુ જોઈ-જાણી શકો નહીં અને તમે જે જુઓ છો, જાણો છો એ તો ઈન્દ્રિયગમ્ય જ્ઞાન છે. એકલું ઈન્દ્રિય જ્ઞાન ના ચાલે, અતીન્દ્રિય જ્ઞાન હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ તો આપણે જ્ઞાનથી જાણીએને ?
દાદાશ્રી: એ ના ચાલે. એ તો બધું ઈન્દ્રિય જાણપણું છે, અતીન્દ્રિય જ્ઞાનથી જાણપણું જોઈએ.