________________
[૯,૨] રૂપી-અરૂપી
નહીં ?
અરૂપી આત્મા, અતીન્દ્રિય પ્રત્યક્ષ
પ્રશ્નકર્તા : આત્મા કેવો છે ?
દાદાશ્રી : અરૂપી છે. આકાર દેહ જેવો છે, પણ દેખાય જ નહીં એટલે અરૂપી છે. આત્મા રૂપાતીત છે, જેનું રૂપ નથી. જે સત્ છે અને રૂપાતીત એટલે અરૂપી. એ તો તમને એક દાખલો આપું છું. આકાશ એ અરૂપી તત્ત્વ છે, એવો આત્મા આકાશના જેવો અરૂપી છે.
પ્રશ્નકર્તા : દાદા, અરૂપી એટલે તો એની શૂન્યાવસ્થા કહેવાય કે
દાદાશ્રી : કોની ?
પ્રશ્નકર્તા : અરૂપીની.
દાદાશ્રી : ના, શૂન્યાવસ્થા ના કહેવાય. અરૂપી એટલે એ ઈન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ નથી, અતીન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ છે.
સ્વાભાવિક રૂપ દિવ્યચક્ષુગમ્ય
જે અવિનાશી તત્ત્વો છે તે દિવ્યચક્ષુગમ્ય છે ને બીજી બધી વિનાશી ચીજો ઈન્દ્રિય પ્રત્યક્ષ છે.