________________
૧૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : નો ટાઈમ, નો સ્પેસ.
પ્રશ્નકર્તા: હંઅ, તો પછી આ બ્રહ્માંડમાં ફેલાય જાય એ કયા અર્થમાં ફેલાય છે ?
દાદાશ્રી : એ તો મૂળ એનો સ્વભાવ જ એવો છે. જેટલું ભાજન હોયને એટલામાં અજવાળું આપે.
પ્રશ્નકર્તા તો દાદા, દરેક જીવમાં આત્માનો પ્રકાશ એ એકસરખો જ રહ્યો હશેને?
દાદાશ્રી : પ્રકાશ જ છે. એ પ્રકાશ છે તે પ્રમેયના પ્રમાણમાં રહ્યો છે, અવ્યક્તરૂપે છે.
દરેક જીવમાં આત્માનો પ્રકાશ છે તે પ્રમેય પ્રમાણે વ્યક્ત થાય છે, એક ઈન્દ્રિયથી માંડીને તે પાંચ ઈન્દ્રિય જીવ સુધી. જો એક કાણું પડે તો એક ઈન્દ્રિયનું જ્ઞાન, બે કાણા પડે તો બે ઈન્દ્રિયનું, ત્રણ કાણાં પડે તો ત્રણ ઈન્દ્રિયનું જ્ઞાન વ્યક્ત થાય. તે જેમ જેમ વ્યક્ત થતો જાય, એક ઈન્દ્રિયમાં થાય છે, પછી બે ઈન્દ્રિયમાં, પછી ત્રણ ઈન્દ્રિયમાં, એમ કરતો પાંચ ઈન્દ્રિયમાં વ્યક્ત થતો થતો થતો પછી જ્ઞાની પુરુષ મળે તો વ્યક્ત કરી દેવડાવે. અવ્યક્તનો પછી પ્રકાશ થાય એટલે પોતાનો અહંકાર તૂટી જાય. અહંકાર તૂટે એટલે પ્રકાશ વધતો જાય. મહીં અંદર દિવસે દિવસે વધતું જ જાય.
હવે એ અજવાળું જો કદી બધું આવરણ તૂટી જાય તો આખા જગતમાં વ્યાપી જાય એવો છે એનો સ્વભાવ.
સર્વવ્યાપક એટલે જેટલું ભાન હોય, ભાજન એટલે લોક, લોકનું પ્રમાણ, એટલે બધામાં ફેલાય એ.
જ્યાં સુધી આ લોક છે ત્યાં સુધી આ લાઈટ પ્રકાશ, અલોકમાં ના પ્રકાશે. અલોકમાં એનું લાઈટ ના જાય.
એનું અજવાળું આખા વર્લ્ડમાં ફરી વળે છે, પણ તે અલોકમાં નહીં.