________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
છે. એટલે નિર્લેપ થઈ ગયેલો છે, આવરણ રહિત થયેલો છે. એ જ્યારે છૂટો થાય છે, ત્યારે આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાય, વ્યાપી જાય. પણ તેટલા પૂરતું, પછી વ્યાપેલો ના રહે.
તિર્વાણ વખતે જ, પ્રકાશ થાય સર્વવ્યાપી
પ્રશ્નકર્તા : પણ સર્વવ્યાપક વસ્તુ હોય એ એક જગ્યાએ આવી
૧૮૦
શકે ?
દાદાશ્રી : એક જ જગ્યાએ છે જ. આ સર્વવ્યાપક તો એનો સ્વભાવ છે. આ અહીંયા લાઈટ છે ને, એ લાઈટ એના સ્વભાવમાં હોય. ગોળામાં જ લાઈટ હોય, તો પણ એનો પ્રકાશ બધે ફેલાય, તેમ પરમાત્માનો પ્રકાશ ફેલાય.
એટલે આત્મા સર્વવ્યાપક છે તે સ્વભાવની રીતે. જ્ઞાની પુરુષનો આત્મા સ્વભાવમાં છે, પણ જ્યારે જ્ઞાની પુરુષનો છેલ્લો અવતાર હોય ત્યારે દેહ છૂટી જાય ત્યારે સંપૂર્ણ સ્વભાવમાં આવે.
એક ટકા આવરણેય સંપૂર્ણ વ્યાપક ત થાય
પ્રશ્નકર્તા ઃ વીતરાગ, આત્મજ્ઞાનીની દેહ છોડ્યા પછીની સ્થિતિ ને સ્વરૂપ કેવું હોય ?
દાદાશ્રી : એવું છે ને, વીતરાગતા એટલે સંપૂર્ણ વીતરાગતા. એક અંશથી માંડીને વીતરાગતાથી શરૂઆત થાય તે સર્વાંશ સુધીની. સર્વાશ થયા પછી ત્યાં સિદ્ધગતિમાં ચાલ્યો જાય છે. સર્વાશ થાય તો હંડ્રેડ પરસેન્ટ. નાઈન્ટી નાઈન હોય તો ના જઈ શકે. થોડા વખતે પૂરું કરીને પછી જવું પડે.
પ્રશ્નકર્તા ઃ એ આત્મા પોતાનું યૂનિટ (કદ) જાળવી રાખે કે વ્યાપકસ્વરૂપે રહે ?
દાદાશ્રી : ના, વ્યાપકસ્વરૂપ હંડ્રેડ પરસેન્ટ થયા પછી વ્યાપકસ્વરૂપે બહાર થાય. ત્યાં સુધી સંપૂર્ણ વ્યાપકસ્વરૂપ ના હોય, ત્યાં સુધી આવરણ