________________
૧૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જાણવાનું અને પરમાનંદમાં રહેવું એ જ તમારો ધર્મ ધર્મ એ જ્યોતિસ્વરૂપ કહેવાય અને જ્યોતિ સ્વરૂપ એટલે આ અજવાળું નહીં. જોવું-જાણવું ને પરમાનંદમાં રહેવું એ જ્યોતિસ્વરૂપ કહેવાય.
પ્રશ્નકર્તા: આ જ્ઞાતા-દ્રા જે રહેવાનું છે એ કોને, જ્યોતિસ્વરૂપને રહેવાનું છે ?
દાદાશ્રી: એ જ. જેનામાં ઝળકે છે તે જ જ્ઞાતા-દ્રષ્ટા, તે જ્યોતિસ્વરૂપ છે, તે જ જ્ઞાયક છે. શુદ્ધાત્મા છે તેનો તે, એકનો એક જ. એમાં બીજો નહીં. ફક્ત શેય જુદું જ વિચાર આવે છે ખરાબ અને સારા તે બન્નેય શેય છે, તે શેય જુદું અને પછી બુદ્ધિય જ્ઞેય છે, મન એ શેય છે, અહંકાર એ જોય. બધું શેય છે આ જગત. તે મહાવીર ભગવાન પોતે એ શેયને, પુગલને જ જોયા કરતા હતા. પોતે જ્ઞાતા-જ્ઞાયક અને પુદ્ગલ જે છે એ જોય.
સમક્તિ સહિત સુર્યાવસ્થા એ જ્યોતિસ્વરૂપ પ્રશ્નકર્તા ઃ જોવું અને જાણવું એ પણ તુર્યાવસ્થા છે, આપે એમ કહ્યું છે.
દાદાશ્રી : તુર્યાવસ્થામાં એ હોય ત્યારે સુર્યાવસ્થા સંપૂર્ણ થઈ કહેવાય. જોવું-જાણવું અને અનુભવવું, આનંદમાં રહેવું એ તુર્યાવસ્થા, જ્યોતિસ્વરૂપ અવસ્થા.
પ્રશ્નકર્તા તો એનો અર્થ એ થયો કે એમાં સમકિત હોય ત્યારે ?
દાદાશ્રી : સમકિત હોય તો આ પૂર્ણ થઈ ગયું. એ તુર્યાવસ્થા તો આ લોકોને, આ બાવાઓને થઈ જાય નહીં. જ્યારે બહુ તપ કરે ને ત્યાગ કરે, તે બધું આત્મા છૂટો પડી જાય. પણ અહંકાર જાય નહીંને ! અહંકારનો રંગેલો હોય.
પ્રશ્નકર્તા અને સુર્યાતીત એ છેલ્લી અવસ્થા છે એમ આપે લખ્યું છે. દાદાશ્રી : તુર્યાતીત એટલે તો કેવળજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : જ્ઞાની કે કેવળજ્ઞાન ?