________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
પ્રકાશ) અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહે અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો, વીતરાગભાવ ના રહે.
બુદ્ધિતો પ્રકાશ એ અહંકારતો પ્રકાશ
પ્રશ્નકર્તા ઃ લોકોને બુદ્ધિના પ્રકાશથી હોય અને જ્ઞાન પછી મહાત્માઓને આત્માના પ્રકાશથી, એનું ડિમાર્કેશન કેવી રીતે હોય છે ? એની ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : બુદ્ધિનો પ્રકાશ એટલે અહંકારનો પ્રકાશ અને આ નિરહંકાર, આત્માનો પ્રકાશ. અહંકાર જતો નથી રહેતો જ્ઞાન આપીએ ત્યારે ? અને પેલો તો ચંદુનો જ પ્રકાશ. પ્રકાશ કરનારો જ હું અને પ્રકાશ દેખાય છેય મને. આ તો શાયકને દેખાય છે, જ્ઞાયક સ્વભાવને. આત્મા જ્ઞાયક સ્વભાવી છે.
૧૬૧
ડિરેક્ટ જ્ઞાતપ્રકાશે કેવળજ્ઞાત સુધી
પ્રશ્નકર્તા : આ જ્ઞાન ડિરેક્ટ જ્ઞાન છે, એ કેટલું જોઈ શકે ? ક્યાં સુધીનું જોઈ શકે ?
દાદાશ્રી : એ ડિરેક્ટ જ્ઞાન તો જેટલો પ્રકાશ પામે, જેટલું આવરણ ખસે ડિરેક્ટ જ્ઞાનનું, એટલું તે કેવળજ્ઞાન સુધી પહોંચે. એટલે પછી આખું જગત જોઈ શકે, બધું બ્રહ્માંડ જોઈ શકે. એનો તો પાર જ ના આવેને ! પણ ડિરેક્ટ જ્ઞાન અને ઈન્ડિરેક્ટ જ્ઞાનમાં ફેર એટલો જ કે ઈન્ડિરેક્ટ જ્ઞાન બધું અહંકારવાળું હોય અને ડિરેક્ટ જ્ઞાન નિરહંકારી હોય. થોડું હોય તોય નિરહંકારી હોય. પછી જેમ વધતું જાય, તેની વાત જુદી છે, પછી કેવળજ્ઞાન
થાય.
જાય.
જાય.
જેને ડિરેક્ટ જ્ઞાન થયું છે તેને કેવળજ્ઞાન શું હશે એ ખબર પડી કેવળજ્ઞાનમાં શું દશા થાય, કેવું દેખાય એ બધું દેખે, બધું ખબર પડી
પ્રશ્નકર્તા : એ બીજાને સમજાવી શકાય નહીં એમ ?