________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
બીજા બધા જે પાંચ તત્ત્વો છે, એનામાં ચેતન છે જ નહીં. કોઈ કોઈને જાણતા નથી. પોતાની જાતનેય જાણતા નથી અને બીજાનેય જાણતા નથી. આ તો પરમાત્મા જ છે. સ્વ-પર પ્રકાશક છે.
૧૫૮
શાશ્વત ગુણે સ્વ પ્રકાશક, અવસ્થા એ પર પ્રકાશક
આત્મા ગુણે કરીને સ્વ પ્રકાશક છે ને અવસ્થાએ કરીને પર પ્રકાશક છે. ગુણે કરીને પર પ્રકાશક ના હોય ને અવસ્થાએ કરીને પર પ્રકાશક હોય. દીવો ગુણે કરીને પ્રકાશક નથી, અવસ્થાએ કરીને પ્રકાશક છે. માટે એ સ્વ પ્રકાશક નથી, પર પ્રકાશક છે.
પ્રશ્નકર્તા : દાદા, વધારે ફોડ પાડશો.
દાદાશ્રી : આત્માના ગુણો નાશ થતા નથી, પણ આત્માના કિરણો નાશ પામે છે. આત્માને અસર થતી નથી, અવસ્થાઓને અસર થાય છે. આત્માના કિરણો જ્ઞેય ઉપર પડે છે, તે જ્ઞેયાકાર થઈને, નાશ પામે છે. આત્માને જ્ઞાતાપણે રહીને કશું જ થતું નથી. આ જ્ઞેય-જ્ઞાતાપણું તે સિદ્ધ અવસ્થાની વચલી દશા છે.
પોતાની જાતે કરીને અચ્યુત અને પોતાનો પ્રકાશ સમયવર્તી ! સ્વપર પ્રકાશિત એટલે સ્વપ્રકાશમાં અચ્યુત અને પરપ્રકાશમાં સમયવર્તી, તે ચેન્જ થયા કરે, અને પોતે અક્સ્ચેન્જેબલ છે.
આત્મા એકલો જ પ્રકાશ, બીજું બધું અંધારું
પ્રશ્નકર્તા ઃ સ્વ-પર પ્રકાશક છે એટલે પુદ્ગલ સૃષ્ટિ પણ આત્મપ્રકાશથી જ પ્રકાશિત છે ?
દાદાશ્રી : બધું એનાથી જ ચાલે છે ને પ્રકાશવાન આત્મા એકલો જ છે, બીજું બધું અંધારું છે. આત્મા પોતે પોતાને પ્રકાશ કરે છે અને બીજાનેય પ્રકાશ કરે છે, પુલોનેય. દરેકને પ્રકાશ આપે છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યુંને આત્મા પુદ્ગલ સૃષ્ટિને, પ્રકાશે છે તો એ પ્રકાશે નહીં તો શું થાય ?