________________
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
૧૫૩
પ્રશ્નકર્તા: કાદવવાળો ના થાય. હવે જે કીધું કે ગંધ જે હોય એની અંદર પાણીની જે ગંધ આવતી હોય, એ ગંધને એ જાણે ખરો ?
દાદાશ્રી : જાણે બધું. પ્રશ્નકર્તા : પણ એ ગંધથી એને કંઈ ભાવ-અભાવ થાય નહીં. દાદાશ્રી : ના, ગંધ એને સ્પર્શે જ નહીં. પ્રશ્નકર્તા ઃ ઈફેક્ટિવ ના થાય !
દાદાશ્રી : હા, એને જ નિર્લેપ ને અસંગતા કહીએ છીએ. નિર્લેપ જ છે અને અસંગ જ છે.
આત્માના પ્રકાશને કોઈ જગ્યાએ લેપ જ ના ચડે. અસંગ જ રહે, કશું અડે જ નહીં અને એવું તમારું સ્વરૂપ છે તે મસ્ત રહેવું જોઈએ. ભલે બૈરાં-છોકરાં પજવતા હોય, તો કોને પજવે? ચંદુભાઈને ભલે પજવે, આપણે તો મસ્ત ને !
જ્ઞાન - આજ્ઞા - જાગૃતિ, એ બધું રહે આત્મપ્રકાશથી
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જે ચાલુ પ્રકાશમાં નથી દેખાતું તે આત્માના પ્રકાશમાં દેખાય છે, તો એવી કઈ વસ્તુઓ એ અંગે થોડી સમજ પાડજો.
દાદાશ્રી : હું કહું છું કે કોઈ અપમાન કરે, તે લોકથી સહન ના થાય. કારણ કે એણે તો આત્માનો પ્રકાશ જોયો નથી ત્યાં સુધી એને ખબર પડે નહીં. આત્માના પ્રકાશથી ખબર પડે એટલે પોતે છે તે કોઈ અપમાન કરે તોય પણ એકદમ સંપૂર્ણ શાંતિમાં રહે. કયા પ્રકાશથી ? આત્માના પ્રકાશથી.
આ જ્ઞાનમાં જે જે કરો છો ને, સમભાવે નિકાલ કરો છો ને, એ બધું આત્માના પ્રકાશથી કરો છો. પછી રિલેટિવ ને રિયલ જુઓ છો, તે રિયલ છે એ આત્માના પ્રકાશથી જુઓ છો. વ્યવસ્થિત છે એ આત્માના પ્રકાશથી તમને સમજાય છે. એટલે આત્માના પ્રકાશથી આ બધું સમજાય