________________
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
૧૫૧
દેખાય. પહેલા દોષ દેખાય જ નહીંને ! અંધારું હોય ત્યાં દોષ દેખાય નહીં, પછી.
જેને જેટલું અજવાળું થાયને, એટલા દોષ દેખાતા જાય. એ આપણે લાઈટ જેમ જેમ વધે છે, તેમ તેમ બધા દોષ દેખાતા જાય. નહીં તો લોકોને દોષ જ નથી દેખાતાને ?
અને આ તમને જે દેખાય છે ને, એ લોકોને કેમ નથી દેખાતું? અને લોકોને શંકા કેમ નથી પડતી, કે આપણે આ કરી રહ્યા છીએ, હવે શું થશે? ત્યારે કહે, એ રાત્રે ગાડીની લાઈટ બંધ થઈ ગયેલી હોય આપણી અને અંધારી ઘોર રાત હોય, તે બહાર ગમે એટલા જીવડાં અથડાતા હોય ગાડીને તોય આપણને કશો ભય ના લાગે. ખબર જ નથી ત્યાં આગળ ! અને અજવાળું થાય એટલે જીવડાં બધા સામા અથડાય છે એ દેખાય. એટલે જેને અજવાળું થાય તેને શંકા પડે કે આ મારાથી હિંસા થાય છે, પણ જેને ભાન જ નથી તેને શું ?
એટલે આ તમને વધારે અજવાળું થયું છે, તમને વધારે દેખાવા માંડ્યું. હવે એ દેખાવા માંડ્યું તેનો ઉપાય શું, કે હવે તો આ ફેરે નીકળ્યા છીએ એટલે આ તો પૂરું કરવું પડશે. ઘેર તો જવું જ પડશે ને? હવે જે અથડાય તેની આપણે ઈચ્છા નથી ને અથડાય છે. હવે નિકાલ કરી નાખવાનો. આપણે બહુ ત્યારે એટલું કહી શકીએ કે ઓહો ! ચંદુભાઈ, શા હારુ આવી યોજના કરી ? નકામાં આ લોકોને, કેટલાય જીવોને હેરાન કરી નાખ્યા. બહુ ત્યારે એટલું બોલીએ. આપણે શું કરવાનું? વાત સમજણ પડે એવી છે ?
પ્રશ્નકર્તા ઃ હા, દાદા, સમજાય છે.
પ્રકૃતિના ગલત, તા સ્પર્શ જ્ઞાનપ્રકાશને પ્રશ્નકર્તા: પણ અમારી પ્રકૃતિ છે તે કેટલીક પ્રકૃતિ ઊંચે જતી હોય છે ને કેટલીક નીચે જતી હોય છે.
દાદાશ્રી તે બધી પ્રકૃતિને જોવાની જ છે. આ મોટરની લાઈટ છે