________________
ને હું મારી જાતને ભગવાન કહેવડાવતો નથી. જે અંદર સંપૂર્ણ કેવળજ્ઞાન થયેલું છે, એને હું ‘દાદા ભગવાન’ કહું છું. દાદા ભગવાન એ કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, એક્સૉલ્યૂટ જ્ઞાન જ છે.
તીર્થંકર ભગવાનને પુદ્ગલનું સ્વામીપણું જ ના હોય. પોતે કેવળજ્ઞાન સ્વરૂપે જ રહ્યા કરે અને નિરંતર એક પોતાનું પુદ્ગલ શું કરી રહ્યું છે એ બધું જોયા કરે.
[૧.૨] વિજ્ઞાત સ્વરૂપ - વિજ્ઞાનધત
આત્મા એ વિજ્ઞાન સ્વરૂપ છે. જેટલું રિલેટિવ જ્ઞાન છે, એ પ્રકૃતિના ગુણધર્મોને લાગે-વળગે છે અને તે બુદ્ધિમાં સમાય. અને તે બુદ્ધિ એન્ડવાળી છે, જ્યારે વિજ્ઞાનઘન આત્માનું બિગિનિંગેય નથી, એનો એન્ડેય નથી.
જગતના લોકોને જે હિતાહિતનું જ્ઞાન છે તે રિલેટિવ જ્ઞાન છે અને વિજ્ઞાન એટલે એક્સૉલ્યૂટ જ્ઞાન. તે પરમાત્મા બનાવે પોતાને.
આત્મજ્ઞાન થતા સુધી જ્ઞાન કહેવાય અને એથી આગળ એને વિજ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા.
પોતે વિજ્ઞાની ક્યારે થાય ? મનની ગ્રંથિ ઓળંગે, બુદ્ધિના પર્યાયો ઓળંગે, જ્ઞાનનેય ઓળંગીને બહાર નીકળે, ત્યારે વિજ્ઞાનઘન આત્મા થાય. બધે હું જ છું, દેખાય. દેહમાંય મુક્તદશામાં વર્તે.
જ્ઞાનનું અવલંબન એટલે પાંચ આજ્ઞાનું અવલંબન. અને એ સંપૂર્ણ દશાએ વિજ્ઞાન સ્વરૂપ થાય. જ્ઞાની પુરુષ એ સાધન સ્વરૂપ છે, સાધ્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે. વિજ્ઞાન એટલે મૂળ ચેતન એટલે આખુંયે અનુભવનું ઘનસ્વરૂપ, આત્માના અનંત પ્રદેશનો અનુભવ.
નાના બાળકને આરતીના દીવામાં એ મહીં હાથ ઘાલ ઘાલ કરતો હોય, તે પછી એને જરાક આમ દઝાડીએ તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય કે આ દઝાડે છે, તે આખી જિંદગી ના ભૂલે. આ વિનાશીના અનુભવ પછી આખી જિંદગી ભૂલાતા નથી, તો પેલો તો કેવળજ્ઞાનનો અનુભવ થાય છે.
વિજ્ઞાનઘન આત્મા એટલે જ એક્સૉલ્યૂટ જ્ઞાન માત્ર, કેવળજ્ઞાન જ.
25