________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
થતી’ બોલો એટલે નથી થતી અને થઈ ગઈ' એટલે થઈ ગઈ. ‘નથી થઈ’ તેને, એ ‘થઈ છે’ એમ બોલે તો ગુનો કહેવાય. થઈ હોય અને ‘નથી થતી' એમ બોલે તોય ગુનો કહેવાય.
‘હું શુદ્ધાત્મા છું’થી થવાય તદાકાર એ પ્રકાશમાં ‘હું શુદ્ધાત્મા છું’ એ કેટલો વખત યાદ રહે છે ?
પ્રશ્નકર્તા ઃ એક ઘડી પણ વિસરતો નથી.
૧૪૮
દાદાશ્રી : ત્યારે એ પ્રકાશને તમે જોઈ રહ્યા છો ને તેમાં તદાકાર થઈ રહ્યા છો પાછા. જોઈ રહ્યા એકલાથી ના ચાલે, જે જુઓ તે તદાકાર થવાય. જે આકાર છે એનો, તે તદાકાર થઈને ઊભો રહે. એટલે એ જ દિશામાં જઈ રહ્યા છો હવે. શુદ્ધાત્માનો તો કોઈ આકાર નથી.
‘આત્મા’ તો ‘જ્ઞાનસ્વરૂપ’ છે પણ એનો ‘પ્રકાશ’ ઉત્પન્ન થાય છે. એ સ્વાભાવિક પ્રકાશ છે. તે બહારની અવસ્થાઓને જો જો કર્યા કરે છે. એક જુએ ને પૂરું થાય, પછી બીજું જુએ, ત્રીજું જુએ. એ અવસ્થાઓ કેવી હોય ? ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને પાછું લય થાય. પુદ્ગલમાંય આવા જ પર્યાય ઊભા થાય છે. પુદ્ગલના પર્યાયને ‘તમે’ જોઈ શકો છો.
આત્મપ્રકાશથી જોયું ક્યારે કહેવાય ?
પ્રશ્નકર્તા : આપણે બુદ્ધિથી એક વસ્તુ જોઈ, એ વસ્તુ કે પ્રસંગ કે વ્યક્તિ અને અમે એ આત્માના જ્ઞાનથી જોયું, તો અમને એમ ખબર ક્યાંથી પડે કે આત્માના જ્ઞાનથી દેખાયું અમને ?
દાદાશ્રી : જોવામાં ઈમોશનલ ન કરે તો. જે જોવામાં ઈમોશનલ ન થાય તો એ આત્માનો પ્રકાશ છે અને જે જોવામાં ઈમોશનલ થાય એ બુદ્ધિનો પ્રકાશ છે.
પ્રશ્નકર્તા : દાદા, આ સ્થિર બુદ્ધિવાળા માણસો ઈમોશનલ થયા
વગર જોઈ નથી શકતા ?
દાદાશ્રી : થાય, ઈમોશનલ થાય જ. બુદ્ધિનો સ્વભાવ ઈમોશનલ