________________
૧૪૫
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
૧૪૫ પ્રશ્નકર્તા ઃ એટલે ? દાદાશ્રી જે વિજ્ઞાન નામનો પ્રકાશ છે, એમાં કોઈ ફેર પડે નહીંને !
વદે વિજ્ઞાન જ્ઞાતી દેખીતે? | વિજ્ઞાન જ છે આખું. આ બધું વિજ્ઞાન કંઈ મારે મોઢે ના કરવું પડે. મને તો દેખાયા કરે આ બધું વિજ્ઞાન. એ દેખાય એમાંથી બોલું પટ પટ. તમે પૂછો કે જવાબ બોલું એ દેખાવામાંથી. પુસ્તકનું દેખાવામાં તો વારેય લાગે, પણ આનું દેખાવું વાર ના લાગે. આમાં પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય, પછી ગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય, પછી અવગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય. અવગાઢ છેલ્લો પ્રકાશ. પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય, જ્ઞાન મળતાની સાથે પહેલો પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ પ્રકાશનો અનુભવ થઈ શકે ખરો ?
દાદાશ્રી : હું અનુભવથી જ બોલું છું. પ્રકાશનો અનુભવ એટલે એ પ્રકાશ જોઈને જ હું બોલું છું. તમારા હઉ જોઈ શકું છું. આ આંખેથી ના દેખાય, દિવ્યચક્ષુથી દેખાય.
પ્રતીતિ બેઠી, હવે અનુભવ થતા પ્રગટતો જશે પ્રકાશ
પ્રશ્નકર્તા: આપે કહ્યું કે નિરાવરણ થયો કે એક જ પ્રકાશ એટલે એ મૂળ આત્માનું સ્વરૂપ ? મૂળ આત્મસ્વરૂપ એ પ્રકાશ કહેવા માગો છો ?
દાદાશ્રી : મૂળ આત્માનો જે આપણે કહીએ છીએને, એ તો સંજ્ઞા છે. મૂળ પ્રકાશ કહીએ તેય સંજ્ઞા છે. એમ મૂળ, પણ મૂળ પ્રકાશ થયા પછી જે સ્થિતિ છે તે પ્રકાશ. મૂળ તો દરવાજામાં પેઠા એટલે કંઈ આપણે બધું જોઈ લીધું?
પ્રશ્નકર્તા ઃ ના.
દાદાશ્રી: બધું જોઈ લીધેલું, એનું નામ પ્રકાશ. બધી જાહોજલાલી જોઈ લેવી એનું નામ પ્રકાશ.