________________
૧૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા: આપણે સ્વપ્નામાં જે બધું જોઈએ છીએ તો એ કયા પ્રકાશમાં જોઈએ છીએ ? એ આત્માનો પ્રકાશ કહેવાય ?
દાદાશ્રી : ના, એ બધું આ જ ડખલ. જે બધું સ્વપ્નામાં દેખાય છે એ બધું અહીંની જ ડખલ. પેલું તો કશું દેખાય નહીં. સ્વપ્નામાં અને જાગૃતિમાં કશામાં દેખાય નહીં. એ તો જ્ઞાનમાં દેખાય, બુદ્ધિમાંયે ના દેખાય. બુદ્ધિમાં આ દેખાય બધું. આ તો જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય. એ જેમ જેમ તમને અનુભવ થશે, તેમ તેમ દેખાતું જશે.
પ્રકાશ આવરાયો આવરણોને લઈને પ્રશ્નકર્તા ઃ તો દરેક જીવમાં આત્માનો પ્રકાશ જ હશેને ?
દાદાશ્રી : પ્રકાશ જ છે. એ પ્રકાશ છે તે પ્રમેયના પ્રમાણમાં રહ્યો છે, અવ્યક્તરૂપે છે. તે જેમ જેમ વ્યક્ત થતો જાય, એક ઈન્દ્રિયમાં થાય છે, પછી બે ઈન્દ્રિયમાં, પછી ત્રણ ઈન્દ્રિયમાં, એમ કરતો પાંચ ઈન્દ્રિયમાં વ્યક્ત થતો થતો થતો, પછી જ્ઞાની પુરુષ મળે તો વ્યક્ત કરી દેવડાવે, અવ્યક્તનો. પછી પ્રકાશ થાય એટલે પોતાનો અહંકાર તૂટી જાય. અહંકાર તૂટે એટલે પ્રકાશ વધતો જાય. પ્રકાશ બધામાં સરખો હોય, પણ આવરણનો ફેરફાર છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ એમ આવરણોથી આત્માનું ‘લાઈટ’ રોકાયેલું હોય. “જ્ઞાની પુરુષ'ના તો બધા જ આવરણ તૂટી ગયા હોય. તેથી ભગવાન સંપૂર્ણ પ્રકાશમાન થયા છે ! સંપૂર્ણ નિરાવરણીય થઈ જાય તો પોતે જ પરમાત્મા છે.
પ્રશ્નકર્તા ઃ આત્મા અને પરમાત્મા એ બેમાં શું તફાવત છે ? દાદાશ્રી : કોઈ તફાવત નહીં. પ્રશ્નકર્તા : એક જ સ્વરૂપની અવસ્થાઓ છે ?
દાદાશ્રી : એ પ્રકાશને આધીન છે. જેટલું આવરણ ખસ્યું, એટલો પ્રકાશ વધતો જાય. સંપૂર્ણ પ્રકાશ થાય પછી પરમાત્મા કહેવાય. જેને પ્રકાશ