________________
[૮.૧] ભગવાન - પ્રકાશ સ્વરૂપ
૧૩૫
બાકી ના રહે. શેયને એક્ઝક્ટ સ્વરૂપે પ્રકાશિત કરે, શેયાકાર થઈ જાય. નારિયેળ હોય તો નારિયેળ જેવો થઈ જાય. કેરી હોય તો કેરી જેવો થઈ જાય, જાંબુ હોય તો જાંબુડા જેવો થઈ જાય. પાંદડું હોય તો પાંદડા જેવું થઈ જાય છે. કશું બાકી ના રહે આટલુંયે. એનો છાંયો ના પડે. એ આત્માનો પ્રકાશ એવો છે.
પ્રશ્નકર્તા: આપણે અહીંયા આગળ આ આંખોથી નારિયેળને જોયું, હવે એ પ્રકાશ નારિયેળને પ્રકાશિત કરે છે અને આ જ્ઞાનપ્રકાશથી નારિયેળને જોઈએ છીએ, એમાં ફેર શું?
દાદાશ્રી : આપણા પૌગલિક જ્ઞાનથી જોઈએ છીએને. આમ આંખોથી જોઈએ છીએને તોય એનો પાછલો ભાગ નહીં દેખાતો અને જ્ઞાનપ્રકાશ છે ને, એ બધા ભાગને એકરૂપે જુએ. એ શેય છે ને, તેવા આકારે પોતે થઈ જાય જોડે જોડે, છતાં પોતે તન્મયાકાર થતો નથી.
ફેર, આ પ્રકાશ અને એ અજવાળામાં પ્રશ્નકર્તા : દાદા, એવો કોઈ બીજો સ્થૂળ દાખલો આત્માના પ્રકાશનો આપો.
દાદાશ્રી : ઓહો ! આ અજવાળું આવે છે ને, તેના ટાઈપનું છે. લાઈટનો ગોળો નહીં જોવાનો, પણ લાઈટના ગોળા વગર અજવાળું દેખાય છે ને આપણને, એ અજવાળા જેવું છે આ. પણ તે આવું અજવાળું નહીં. આ જે દેખાય છે એ તો આંખે દેખાય એવું છે. પેલું અજવાળું તો ઓર જ જાતનું ! પ્રકાશ !
પ્રશ્નકર્તા ઃ આ અજવાળામાં અને પેલા પ્રકાશમાં શું ફરક?
દાદાશ્રી : બહુ ફેર. પ્રકાશ એટલે તો બધી વસ્તુ વગર અજવાળે દેખાય અને અજવાળું તો અમુક ભાગમાં જ હોય પછી બીજા ભાગમાં ના દેખાય. અજવાળું લિમિટેડ કોર્સમાં હોય અને આ તો બધું આખું બ્રહ્માંડ દેખાય.
પ્રશ્નકર્તા ઃ તે કોને દેખાય ?