________________
૧૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
તો સૂર્યનારાયણથી આપણો છાંયડો પડે, પણ આત્માને તે કયો એવો પ્રકાશ હોય ? સૂર્યનારાયણને પ્રકાશ કરાવનાર જ આ આત્મા.
- આત્માનો પ્રકાશ તો કંઈક ઓર જ જાતનો છે ! સૂર્યના પ્રકાશથી નાની ચીજ ના દેખાય, પણ આત્મપ્રકાશથી તો નાનામાં નાની ચીજ દેખાય, બધું જ દેખાય, આખું વર્લ્ડ દેખાય.
જાણપણું તે જ જ્ઞાતા, તે જ આત્માતો પ્રકાશ
આ જગતનો પ્રકાશ છે તે પૌગલિક પ્રકાશ છે અને તે અમુક ભાગ જ દેખાડે અને આત્માનો પ્રકાશ તે તો સંપૂર્ણ-સર્વાગ દેખાય. આત્માથી ફોટો પાડવામાં આવે તો આ પગના તળિયા વિગેરે બધું જ દેખાય.
પ્રશ્નકર્તા એટલે બુદ્ધિથી આત્મપ્રકાશને ઉપમા આપી કે કરોડો સૂર્યના તેજને આંબી જાય. જો કે એને ઉપમા નથી, ઉપનાતીત જ છે.
દાદાશ્રી : વાત જ ખોટી છે. આ તો અંગુલિનિર્દેશ કરેલા આ લોકોને, બુદ્ધિજન્ય જ્ઞાનવાળાને કે આ પ્રકાશને આધારે પેલો પ્રકાશ સમજાય.
પ્રશ્નકર્તા: બેઉ રિલેટિવ. પ્રકાશ એટલે લાઈટમાં જ લઈ જાય એ લોક, પ્રકાશ એટલે ચમક એવું કંઈક !
દાદાશ્રી : આ જગતના બધા પ્રકાશ જોય છે અને આત્માનો પ્રકાશ જ્ઞાતા છે, પોતે જ છે.
પ્રશ્નકર્તા: અત્યારે આ સૂર્યનો જડ પ્રકાશ જે ઝળકી રહ્યો છે એને આત્માનું જ્ઞાન જાણે છે, કે આ સૂર્યનો પ્રકાશ છે ?
દાદાશ્રી : હા, આ આત્માનું જ્ઞાન જાણે છે કે આ સૂર્યનો પ્રકાશ છે, આ ફલાણાનો પ્રકાશ છે.
પ્રશ્નકર્તા: હવે આત્માનું જ્ઞાન જે જાણે છે એ જ આત્માનો પ્રકાશ
દાદાશ્રી : એ જ આત્માનો પ્રકાશ. જે જાણે છે તે જ આત્મપ્રકાશ.