________________
[૮.૧] ભગવાન – પ્રકાશ સ્વરૂપ
૧૨૯
દાદાશ્રી : હા, આછું દેખાય. જ્યારે આત્માનું આછું દેખાય એવું છે નહીં. ઠેઠ સુધી તેના તે જ રૂપે અને લાઈટસ્વરૂપે જ છે, બીજું કશું સ્વરૂપ જ નથી એનું. પ્રકાશરૂપ જ છે, જ્યોતિસ્વરૂપ જ છે, બીજું કંઈ છે જ નહીં વસ્તુ. એનાથી આ જગત ચાલી રહ્યું છે બધું, એ પ્રકાશથી જ.
એ પ્રકાશ અનેરો પ્રકાશ છે, જ્યોતિર્મય પ્રકાશ.
એ અલૌકિક લાઈટ છે ને આ લૌકિક લાઈટ છે. પેલું જ્યોતિસ્વરૂપ લાઈટ છે. હજારો સૂર્યનારાયણ ભેગા કરો તો એ સ્વરૂપ ના થાય એવું જ્યોતિસ્વરૂપ લાઈટ છે. જે અજવાળું મેં જોયેલું છે, પરમ જ્યોતિસ્વરૂપ !
આ તો બધું ક્રોધ-માન-માયા-લોભ જાય, નબળાઈઓ બધી ખલાસ થાય ત્યારે આત્માનો જે છે પ્રકાશ, જ્યોતિસ્વરૂપ, તે ત્યારે અનુભવમાં આવે. જ્યોતિસ્વરૂપ આ લોકો માને છે તેવું નથી. આ તો લોકો પોતપોતાની ભાષામાં લઈ ગયા.
આત્મા સ્વયં પ્રકાશિત, એબ્સૉફ્યૂટ જ્ઞાન જ પ્રશ્નકર્તા : આત્મપ્રકાશને દીવાના પ્રકાશ સાથે સરખાવે છે ?
દાદાશ્રી : પણ પેલા આત્માના પ્રકાશમાં દાઝવાનો ગુણ નથી. પેલો દીવો જે છે એ દીવામાંથી ગરમી કાઢી નાખે, બીજું બધું કાઢતા કાઢતા કાઢતા છેલ્લે રહે, તે પ્રકાશ કહેવાય. આ તો બાળી મેલે હઉ. બાળી મેલે કે ના બાળી મેલે જો ઉપર લૂગડું અડ્યું હોય તો ?
પ્રશ્નકર્તા : બળી જાય.
દાદાશ્રી : અને આ પ્રકાશમાં ના બળે. આનેય પ્રકાશ જુદો પડે તો ના બળે.
પ્રશ્નકર્તા: આ આનો દીવાનો, એ જ્યારે દીવો બળે તો જ પ્રકાશ પડે, તો આત્માનું કેવી રીતે આમ? આત્માને કંઈ કૉઝ તો હશેને, પ્રકાશ પાડવાનો?
દાદાશ્રી : ના, એ પોતે સ્વયં પ્રકાશિત છે. આ હીરો સ્વયં પ્રકાશિત છે ને, એવું.