________________
૧૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : તે ગમે તે કહેતા હોય, આપણે શું ? આપણે તો “હું આવો છું એવું ના હોવું જોઈએ. “હું શુદ્ધાત્મા છું' એટલે “શુદ્ધાત્મા છું' બસ.
વ્યવહારમાં બોલવું ડ્રામેટિક, ચિંતવતપૂર્વક નહીં
હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' કર્યા કરશો તો તે રૂપ થયા જ કરશો. જેવું ચિંતવે એવો આત્મા થાય. જેવો પોતે ચિંતવે કે હું આ આમનો વેવાઈ થઉં, તે વેવાઈ થઈ ગયો હોય. હું આમનો સસરો છું, તે સસરો થઈ જાય છે. અને “હું શુદ્ધાત્મા છું' તો શુદ્ધાત્મા થઈ જાય. અને સસરો, વેવાઈ હવે શું ? આપણે હવે કહેવું તો પડે કે સસરો છું, વેવાઈ છું. પણ વ્યવહારથી એટલે ડ્રામેટિકવાળું અડે નહીં. આ ડ્રામેટિક
છે બધું.
પ્રશ્નકર્તા: પણ દાદા, કોઈ પૂછે તો કહેવું તો પડેને કે ?
દાદાશ્રી : કહેવાનું પણ કઈ રીતે કહેવાનું? આવું ચિંતવનપૂર્વક કહેવાનું છે ?
પ્રશ્નકર્તા: ચિંતવનપૂર્વક નહીં, એ વ્યવહારમાં ડ્રામેટિક કહેવાનું !
દાદાશ્રી : હા, ડ્રામેટિક એ બધું કહેવાનું. ડ્રામેટિકમાં સાળા થાય, સસરા થાય, બધું હોય. હુંય બોલું છું ને પણ ચોંટે નહીં એÉય. આપણે પાછળ ગુંદર ચોપડીએ તો ચોંટેને? ગુંદર ચોપડીએ તો ચોંટે ને નહિતર એકલું પાણીથી ચોંટાડી શકાય નહીં.
જેવું કહ્યું, જેવું બોલે તેવો તે થઈ જાય પ્રશ્નકર્તા : હું અનંત શક્તિવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું બોલવાથી એ ગુણ આપણામાં પ્રગટે બધા ?
દાદાશ્રી: આ આત્માની એટલી બધી શક્તિ છે કે જેવો ચિંતવે તેવો તરત થઈ જાય, તરત જ. તમે અનંત દુઃખનું ધામ બોલો તો દુઃખી થઈ જાવ. અનંત સુખનું ધામ બોલો તો સુખી થઈ જાવ.