________________
[૭.૩]
ચિંતવે તેવો થાય ચિંતવે એવો થાય એ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા
પ્રશ્નકર્તા: આ આત્મા જેવો ચિંતવો એવો થઈ જાય છે, એટલે આ ચિંતવનાર કોણ ?
દાદાશ્રી : તે મૂળ આત્માની વાત નથી આ. પ્રજ્ઞાની પણ વાત નથી. એટલે બધી અજ્ઞા અને અહંકારની વાત છે. અજ્ઞા એટલે બુદ્ધિ અને અહંકાર જેવો ચિંતવે એવો થઈ જાય.
આ અહંકાર અને બુદ્ધિ, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા જેને કહીએ છીએ, તે ચિંતવે એવો થઈ જાય.
પ્રશ્નકર્તા આત્મા ચિંતવે તેવો થઈ જાય, તે અજ્ઞાનદશામાં શુદ્ધનું ચિંતવે છે કોણ? (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા ?
દાદાશ્રી : હા, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા જ ચિંતવે છે.
મૂળ આત્મા તો કશું ચિંતવતો જ નથી. ચિંતવવાનો જે ભાવ કરે છે ને, તે જ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા. દરઅસલ આત્મા તો એવો છે નહીં. દરઅસલ આત્મા, ત્યાં ગોલ્ડ જ જોઈ લોને, પ્યૉર ગોલ્ડ જ. એટલે આપણે કહીએ છીએને, શુદ્ધનું ચિંતવન કરે તો તે રૂપ થઈશું.
પ્રશ્નકર્તા : હા, પણ એ બધું (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને ? દરઅસલ આત્મા તો કશું જ કરે નહીં.