________________
[૪.૨] અસ્પષ્ટ વેદન - સ્પષ્ટ વેદન
૬૧
લાભ થશે. અત્યારે ફાઈલનો નિકાલ કરવામાં જ આનંદ આવતો નથી. આ બધા ડખા એ આનંદને ચાખવા દેતા નથી.
અક્રમ વિજ્ઞાન છે એ કર્મ ખપાવ્યા વગરનું વિજ્ઞાન છે. કર્મ ખપાવ્યા હોય તો વાર જ નથી, સ્પષ્ટ વેદન થઈ જાય. આ હું કર્મ ખપાવીને આવ્યો છું, તે મને સ્પષ્ટ વેદન છે જ ને ! હું તો બધું ખપાવીને આવેલો છું અને આખા વર્લ્ડનું વિજ્ઞાન લઈને આવ્યો છું.
ક્રમિક માર્ગ એટલે કર્મ ખપાવીને આગળ જવું અને આ અક્રમમાં કર્મ ખપાવ્યા સિવાય છે. એટલે તમારે હવે નિકાલ કરવો રહ્યો. તે ફાઈલોનો નિકાલ જેમ જેમ કરતા જશો, તેમ સ્પષ્ટ વેદન થતું જશે. તમારે દેવું રહેલું છે ને મારે દેવું વળી ગયેલું છે.
કોથળા બધા (ભરેલો માલ) જેમ ખાલી થશે તેમ રૂમો ખાલી થશે. હજુ તો કોથળા બધા ભરેલા છે અને મહીં પેસાય નહીં, એવી જગ્યા છે. સ્પષ્ટ જ્ઞાન તો ક્યારે થાય ? બધા કોથળા ખાલી થઈ જાય મહીં, ને આજ્ઞામાં રહેવાય ત્યારે.
પ્રશ્નકર્તા : પણ અસ્પષ્ટ તો અત્યારે ગણાયને, દાદા ?
દાદાશ્રી : અસ્પષ્ટ એટલે એય બહુ મોટું જ્ઞાન છે. જેને વર્લ્ડમાં અજાયબી કહેવાય એવું જ્ઞાન છે.
સ્પષ્ટ વેદત અટક્યું, વિષય-કપટ-સંસારી પ્રસંગથી પ્રશ્નકર્તા: બીજા કોઈ બાધક કારણ હોય તો તે વિશે ફોડ પાડશો?
દાદાશ્રી : હવે એ સ્પષ્ટ વેદન ક્યાં સુધી ના થાય ? જ્યાં સુધી આ વિષય-વિકાર ના જાય, ત્યાં સુધી સ્પષ્ટ વેદન ના થાય. એટલે આ આત્માનું સુખ છે કે આ કયું સુખ છે, તે “એક્ઝક્ટ” ના સમજાય. એ વિષયની હયાતી હોય, ત્યાં સુધી સ્પષ્ટ વેદન થાય જ નહીં. બ્રહ્મચર્ય હોય તો “ઑન ધી મોમેન્ટ’ તરત સમજાઈ જાય.
સ્પષ્ટ વેદના થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય ! જેને