________________
[૪.૨] અસ્પષ્ટ વેદન
સ્પષ્ટ વેદન
ક્રમિક એટલે કર્મ ખપાવી ખપાવીને આગળ જવાનું, તે બહુ મુશ્કેલી. એને ક્રમિકમાં ‘આ ન્હોય,’ ‘આ ન્હોય’ એવી જે શ્રદ્ધા, એ એને સુખ આપે છે અને આ શબ્દો છે તે જ હું છું, એ જ એને આનંદ આપે છે. એટલે પુદ્ગલ છૂટ્યાનો આનંદ છે, આત્માનો આનંદ નથી એમાં. અને આત્માનો આનંદ તો અમે આત્મા હાથમાં આપીએ તે ઘડીએ આનંદ આવે. પણ અસ્પષ્ટ વેદન !
૫૯
સ્પષ્ટ વેદત થતા સુધી લેવું જ્ઞાતી પુરુષનું અવલંબત
જ્યાં સુધી આત્માનું સ્પષ્ટ વેદન નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન એ સ્પષ્ટ વેદન છે.
કૃપાળુદેવે શું કહ્યું કે જ્ઞાની પુરુષ અગર સદ્ગુરુ, એ જ આપણો આત્મા છે. ક્યાં સુધી કે જ્યાં સુધી સ્પષ્ટ વેદન તમને થયું નથી, અસ્પષ્ટ વેદન છે મહીં. સુખ ઉત્પન્ન થાય છે પણ કેવી રીતે, ક્યાંથી થાય છે ને શું થાય છે એ જ્યાં સુધી અસ્પષ્ટ છે, ત્યાં સુધી જ્ઞાની પુરુષ તમારો આત્મા છે અને મહીં સ્પષ્ટ ઉત્પન્ન થયું, એટલે તમે છૂટા થયા. પછી સ્વતંત્ર થયા. અસ્પષ્ટ ત્યાં સુધી જ્ઞાની પુરુષનું અવલંબન છે. એ પોતાનો શુદ્ધાત્મા છે, પોતાનો જ આત્મા છે. એ જે કહે એમ કરવાનું, તો પછી બધા આગમોનો ભેદ, બધા શાસ્ત્રોનો ભેદ પોતાને પમાય.
ભૂલોને લીધું અટક્યું સ્પષ્ટ વેદત
પ્રશ્નકર્તા : એવરલાસ્ટિંગ (કાયમી) અવલંબન માટે કેવા સ્વરૂપનું અવલંબન લેવું ?
દાદાશ્રી : સ્વરૂપનું કશું અવલંબન નહીં. ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ તમને એવરલાસ્ટિંગ છે. હવે સ્પષ્ટ વેદન થવા માટે કહ્યું કે આ દાદા એ જ્ઞાની પુરુષ, એ આપણો આત્મા. જ્યાં સુધી સ્પષ્ટ વેદન ના થાય ત્યાં સુધી એ જે કહે એ પ્રમાણે કર અને સ્પષ્ટ વેદન થશે એટલે મહીં જે કહે એ પ્રમાણે કરવાનું. અમને મહીંથી જે કહે, એ પ્રમાણે કરીએ અમે. અને એ મહીંથી કહેનારને અમે ‘ભગવાન’ કહીએ છીએ. અમારી ભૂલ પેલી