________________
[૪.૧] સ્વસંવેદન
એક જ ફેર જો ‘હું શુદ્ધાત્મા છું’નું ધ્યાન કરે અમારા જ્ઞાન મળ્યા પછી, તો તેને સ્વસંવેદન શરૂ થઈ જાય. જ્ઞાન આપ્યા પછી તે જ રાત્રે જે અનુભવમાં આવે છે તે સ્વસંવેદન છે.
૪૭
આખું જગત મનોવેદનામાં છે. કોઈનેય સ્વસંવેદન થયું જ નથી, નહીં તો મોક્ષે જતો રહ્યો હોત. તમને આત્માનું સ્વસંવેદન રહ્યા કરે. અંદરથી લક્ષ રહ્યા કરે, જાગૃતિ રહ્યા કરે, એ સ્વસંવેદન કહેવાય. એનો લાભેય મળ્યા કરે, નિરાકુળતાનો લાભેય મળ્યા કરે. વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેવાય અને અમે તો ભયંકર વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેલા. આ તો ટેસ્ટેડ કહેવાય.
પ્રશ્નકર્તા : સ્વસંવેદન જે હોય એનું દર્શન સમગ્ર હોયને ?
દાદાશ્રી : સમગ્ર હોય પણ એ હજુ આ કાળમાં નથી થાય એવી દશા. એટલે સ્વસંવેદનમાં એટલી કચાશ રહે છે. સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી આ કાળમાં. સંપૂર્ણ, સમગ્ર દશા તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય.
જ્ઞાન પછી સ્વસંવેદન કહેવાય છે, પણ એ વઘાર જેવું છે. વઘાર કરે તો ટેસ્ટ આવે. આ સ્વસંવેદન એક અંશ ભાગ જેટલું છે. જેમ ભૂખ્યો માણસ એક કોળિયો ખાય તેના જેવું આ છે.
સ્વસંવેદત પુદ્ગલતું, મૂળ આત્માને ન કોઈ વેદન
પ્રશ્નકર્તા : આત્માને સ્વસંવેદન હોય ?
દાદાશ્રી : ખરેખર એ બધું પુદ્ગલ છે, આત્માને વેદન નથી. એ કોને છે ? પુદ્ગલને.
આત્મસ્વરૂપ જો છે તો સ્વસંવેદન બોલવાની જરૂર જ શી ? તમે જો ભાનમાં જ છો તો પછી તમારે ‘હું ભાનમાં છું' એવું બોલવાની જરૂર નથી. જે ના હોય ને જરાક જરાક ભાનમાં આવતો હોય તે બોલે કે હું ભાનમાં છું.
કેવળજ્ઞાન પછી મહાવીર ભગવાનને ‘હું શુદ્ધાત્મા છું’ એમ બોલવું