________________
[૨] વિશુદ્ધ તીર્થકરોનું કહેવું જ આ છે. આ પ્રકાશ જ ચોવીસ તીર્થકરોનો છે. કંઈ નવો પ્રકાશ નથી આ. એટલે આ અહીં તો વિશુદ્ધ સમકિત જ થઈ જાય છે. શુદ્ધ સમકિત નહીં, વિશુદ્ધ સમકિત. શુદ્ધ સમકિતમાં પોતાને કરવાપણું રહે, આમાં કરવાપણું રહે નહીં.
એની મેળે જ્ઞાન જ કામ કર્યા કરે રાત-દહાડો. એ જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય છે અને શાસ્ત્રના જ્ઞાનીઓએ જે જ્ઞાન આપેલું હોય, એ જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન હોવાથી એ યાદશક્તિમાં રાખવાનું હોય. આ જ્ઞાન યાદશક્તિમાં રાખવાનું ન હોય. આ તમને ભૂલાયેલું જ રહે. પણ જ્યારે જરૂર પડે ત્યારે જ્ઞાન હાજર થાય.
પ્રશ્નકર્તા ઃ એટલે અંતર આત્મા જેટલો ચોખ્ખો હોય તે પ્રમાણે જ્ઞાન હાજર થાય ?
દાદાશ્રી : હા, જેટલો ચોખ્ખો એટલે સંપૂર્ણ શુદ્ધ જો થયેલો હોય, તો તો પછી હાજર રહે ને તે શુદ્ધ થયેલો છે, સંપૂર્ણ શુદ્ધ થયેલો છે. એક ફેરો શુદ્ધિકરણ થયા પછી આત્માની હાજરીથી જ જાગૃતિ રહ્યા કરે, નિરંતર. એટલે એ ક્રિયાકારી જ્ઞાન હોય.
આત્મા એ જ્ઞાન છે, વિશુદ્ધ વિજ્ઞાન. વીતરાગ વિજ્ઞાન એ જ આત્મા. એ જ્ઞાન જ છે, બીજું કશું છે નહીં. શુદ્ધ જ્ઞાન એટલે “વોટ ઈઝ રિયલ” અને “વોટ ઈઝ રિલેટિવ' એમ બે ભાગ પાડે છે અને વિશુદ્ધ જ્ઞાન એટલે “થિયરી ઑફ એબ્સૉલ્યુટિઝમ. વિશુદ્ધ જ્ઞાન એટલે પરમાત્મા !
પરિણતિ વિશુદ્ધતા પામે, જ્ઞાતા-ય સંબંધે પ્રશ્નકર્તા: અમારી જે પરિણતિઓ છે એમાં હવે વિશુદ્ધતા આવવી જોઈએ, તો અમારો જે પ્રકાશ છે એ એના ઉપર પડે અને તરત જ એ છે તો એમાંથી મલિનતા જતી રહે ને પરિણતિઓ આખી શુદ્ધ થઈ જાય.
દાદાશ્રી : હા, જુઓ તો શુદ્ધ જ થાય. તમે જો ત્યાં આગળ જોયુંને, તમારો જો જ્ઞાયક સ્વભાવ હોય, તમે પોતે જ્ઞાયક સ્વભાવમાં રહો, એટલે અશુદ્ધ પરિણતિ શુદ્ધ થઈને ચાલી જાય.