________________
૧૭
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
કેવળજ્ઞાત સ્વરૂપ વ કારણ રૂપે, પરિણામ રૂપે નહીં
પ્રશ્નકર્તા: “જેને વર્તે છે કેવળજ્ઞાન, આ દાદા તે પરમાત્મા’ એવું કવિરાજે કહ્યું છે તો આના વિશે ફોડ પાડશો ?
દાદાશ્રી: અમે કંઈ ત્રણસો સાંઈઠના થયા નથી, ત્રણસો છપ્પનના છીએ. અમને તો આ જે કવિરાજે વધારે પડતું લખ્યું હોય, એ તો એમનો છે તે ભાવાવેશ છે. કેવળજ્ઞાન અમને થયું નથી. અમે કેવળજ્ઞાનના કારણ સ્વરૂપ છીએ, અમે પરિણામ સ્વરૂપ નથી. અમારે નિરંતર કેવળજ્ઞાનની જ બધી એ રમણતા ચાલ્યા કરે. અમારે નિરંતર કેવળજ્ઞાનના જ કારણો સેવવામાં આવે છે અને અમને તે પરિણામ પામ્યું નથી અને પામે એવુંય નથી આ કાળમાં.
પ્રશ્નકર્તા : એ બે વચ્ચેનો ભેદ સમજાવો જરા, કારણ અને પરિણામ વચ્ચેનો.
દાદાશ્રી : હા, તે કેવળજ્ઞાન જ્યારે પરિણામ પામે ત્યારે જે સ્વરૂપે હું છું એ સ્વરૂપે જ હોય છે. મને જે સમજમાં આવે છે અગર તો મારા કારણમાં છું, તો સ્વરૂપ બેઉનું એક જ છે પણ કેવળજ્ઞાનીના જ્ઞાનમાં બધું વર્તે છે. આના ભૂતકાળમાં પર્યાય કેટલા થયા અને ભવિષ્યકાળમાં કેટલા પર્યાય થશે, એ બધું જ્ઞાનમાં વર્યા કરે એટ-એ-ટાઈમ. એટ-એ-ટાઈમ એના બધા પર્યાય વર્યા કરે. જ્યારે અમને તે વર્તે નહીં, અમે એના કૉઝમાં હોઈએ. પણ સ્વરૂપ જે છે તે એમણે જોયેલું છે એ જ સ્વરૂપ અને જોયેલું છે.
પ્રશ્નકર્તા ઃ આત્માનું ?
દાદાશ્રી : આત્માનું જે છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, નિરાલંબ સ્વરૂપ, કોઈ પણ અવલંબન ન રહે એ સ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ, તે અમે જોયેલું છે.
પ્રશ્નકર્તા: આપને નિરાલંબ દાદા ભગવાન એટલે કે મૂળ સ્વરૂપ દેખાયું તે એ કેવું સ્વરૂપ ?