________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
અગ્નિ સ્થળ છે. તે સ્થળ, સૂક્ષ્મને કોઈ દહાડો બાળી શકે નહીં. મારો, કાપો, બાળો તોય પોતાના કેવળજ્ઞાન સ્વરૂપને કંઈ જ અસર થાય તેમ નથી.
કેવળજ્ઞાન સ્વરૂપ” એટલે “એબ્સૉલ્યુટ’ જ્ઞાનસ્વરૂપ છે. કેવળજ્ઞાન આકાશ જેવું, આકાશ જેવો એનો સ્વભાવ છે, અરૂપી છે ! આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. આકાશને આમ અગ્નિ અડાડીએ તો તે દઝાય નહીં. અગ્નિ એને બાળે નહીં કે કશું એને અસર થાય નહીં. આ જે અગ્નિ ને બીજું બધું છે એ એટલું બધું સ્થળ છે કે આત્માની સૂક્ષ્મતાને કોઈ પહોંચી શકે એવું નથી. બીજી બધી વસ્તુ આત્મા કરતાં સ્થૂળ છે. એટલે સૂક્ષ્મ ને સ્થૂળનો મેળ ખાય એવો નથી. એટલું બધું એમાં ઊંડું ઉતરવાનું છે.
આ તો ન બનવાનું તે બન્યું. શુદ્ધાત્માનું અમુક અંશે કેવળજ્ઞાન થયેલું. એટલે એમણે માથે અંગારા ધીકતા હતા ત્યારે ભગવાનના કહેવા પ્રમાણે બોલ્યા, ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું, કેવળજ્ઞાન જ સ્વરૂપ છું, દેહબેહ કોઈ વસ્તુ નહીં. મન નહીં, સળગે છે મારી ચીજ ન્હોય. હું કેવળજ્ઞાન સ્વરૂપ છું.”
તે પોતે મૂળ સ્વરૂપમાં, શુદ્ધાત્મા તો બોલવા ગયા પણ ત્યારે શુદ્ધાત્મા કામ લાગે નહીં. ત્યાં આગળ તો હું કેવળજ્ઞાન સ્વરૂપ છું. કેવળજ્ઞાન સ્વરૂપ એવું છે કે દેવતાથી બળે નહીં એવું છે. એટલે કેવળજ્ઞાન સ્વરૂપ બોલ્યા કે વેદના બંધ થઈ ગઈ. સાધારણ થાય પણ ખરેખરી વેદના બંધ થઈ ગઈ.
તે કેવળજ્ઞાન સ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ બોલ્યા ત્યાં આગળ આ માથા પર ખોપરી ફાટી પણ કશું અસર થઈ નહીં. તે શુદ્ધાત્માના ધ્યાનમાં શ્રેણીઓ ચઢતાં ચઢતાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા !
નિરાલંબ એ કેવળજ્ઞાત સ્વરૂપી આત્મા પેલા ગજસુકુમાર મૂળ આત્માના આધારે સગડીનો તાપ જીરવી શક્યા હતા. માણસ એવો પ્રયોગ કરી જુએ તો ? અરે, એક્ય જ્ઞાની પણ એ ના કરી શકે અને ગજસુકુમારને તો છેલ્લો, મૂળભૂત આત્મા નેમીનાથ ભગવાન પાસે પ્રાપ્ત થયો હતો.