________________
આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૫
[૧] આત્માનું સ્વરૂપ
[૧૧]
વળજ્ઞાત સ્વરૂપ આત્મા કાયમ કેવળજ્ઞાત સ્વરૂપે જ પ્રશ્નકર્તા : આત્માને કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યો તો એ કેવળજ્ઞાન સ્વરૂપ વિશે સમજાવો.
દાદાશ્રી : આત્મા પોતે જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. આ દેહ છે એ સ્થૂળ સ્વરૂપ છે. મહીં અંતઃકરણ ને એ બધું સૂક્ષ્મ સ્વરૂપે પણ છે અને આત્માય છે. આત્મા તો કેવળજ્ઞાન સ્વરૂપ એટલે પ્રકાશ સ્વરૂપ જ છે, પ્રકાશમય જ છે, બીજું કંઈ નથી એનું. જેમ પરમાણુઓ વધતાં ગયાં ને આપણે માનતા ગયા કે “મનુષ્ય છું, આમ છું, તેમ છું', તેમ તેમ એ અજ્ઞાન ભણી ચાલ્યા. સમકિત થયા પછી કેવળજ્ઞાન ભણી ચાલવાનું છે. ધીમે ધીમે બોજા ઘટતા જાય, સંસારનાં લફરાં છૂટતાં જાય, તેમ તેમ આનંદ વધતો જાય. ધીમે ધીમે પોતે પરમાત્મા થાય.
કેવળજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સિવાય બીજું કશું જ નહીં. આત્મા મૂળ એની દરઅસલ સ્થિતિમાં જ છે. દરઅસલ સ્થિતિમાં એટલે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે મહીં.